Site icon Revoi.in

અમદાવાદમાં કેન્ટોનમેન્ટ બોર્ડની સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગનો રમતોત્સવ યોજાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં કેન્ટોનમેન્ટ બોર્ડ સંચાલિત શ્રીમતી જી.જી.આઈ. સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિભાગનો રમતોત્સવ યોજાયો હતો. વિવિધ રમતોમાં રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવના કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને સૂર્ય નમસ્કારથી કરવામાં આવી હતી.

શહેરમાં કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા સંચાલિત જીજીઆ સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગના બાળકોનો રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં શારીરિક તંદુરસ્તી, સ્નેહભાવ અને રમતગમત પ્રત્યે પ્રેમ જગાડવાનો હતો. રમતોત્સવમાં રિવર્સ રેસ, બોટલ રિલે રેસ, દેડકા દોડ, સંગીત ખુરશી અને લીંબુ-ચમચી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને ઉપાચાર્ય સહિત તમામ શિક્ષકો બાળકોને પ્રોત્સાહિત આપવા હાજર રહ્યા હતા. પ્રિ-પ્રાઈમરી વિભાગના શિક્ષકો શ્રીમતી રીનાબેન દેસાઈ અને જૈમિનીબા રાઠોડે તથા અન્ય શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં વાલીઓએ પણ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. બાળકોએ તમામ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.