1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં 15મી ઓગસ્ટે વિન્ટેજ કારની ડ્રાઈવ યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં 15મી ઓગસ્ટે વિન્ટેજ કારની ડ્રાઈવ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં 15મી ઓગસ્ટે વિન્ટેજ કારની ડ્રાઈવ યોજાશે

0
Social Share

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન 15મી ઓગસ્ટના દિને કરાયું છે. 15 ઓગસ્ટ  ભારતનો સ્વતંત્રતા દિવસ છે અને આ સ્વતંત્રતા દિવસને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રીય સ્તરે ઊજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે  એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે. આ હીસ્ટોરીક ડ્રાઈવમાં મર્સિડીઝ અને અન્ય વિન્ટેજ કાર જોડાશે.આ કાર ડ્રાઇવમાં 30 થી વધુ વિંટેજ કાર અને 10 મોટરસાયકલ જોડાશે

સૂત્રોના જણાવ્યા મુજબ  આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમદાવાદની ખુબ જ કીમતી અને આઇકોનિક કાર દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ હીસ્ટોરીક ડ્રાઈવમાં મર્સિડીઝ અને અન્ય વિન્ટેજ કાર જોડાશે.આ કાર ડ્રાઇવમાં 30 થી વધુ વિંટેજ કાર અને 10 મોટરસાયકલ જોડાશે.આઝાદી કા અમૃત મહોત્સવ અને 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે સૌ પ્રથમ એલીસબ્રીજ જિમખાના ખાતે ભારત દેશના પૂર્વ જવાનોના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે ત્યાર બાદ આ ડ્રાઇવનું આયોજન કરાશે. એલિસબ્રિજથી શરુ થઈ ગાંધીનગરનાં ગિફ્ટ સિટી સુધી આ રેલી પહોચશે જે 60 કિમી સુધી ડ્રાઈવ યોજાશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરના એલિસ બ્રિજ જીમખાનાથી શરૂ થયેલી આ કાર ડ્રાઈવ ચિરાગ મોટરથી પરિમલ ચાર રસ્તા અને ત્યાંથી સીધી રોડ ત્યારબાદ પંચવટી ક્રોસ રોડ થઈને સ્વસ્તિક ચાર રસ્તાના માર્ગે કોમર્સ છ રસ્તા થઈ સેપ્ટ યુનિવર્સિટી અને ત્યાંથી વિજય ચાર રસ્તા – મેમનગર ફાયર સ્ટેશનથી લોયોલા સ્કૂલ ખાતે પહોંચશે જ્યાં શાળાના વિદ્યાર્થીઓને તમામ વિન્ટેજ કાર બતાવવામાં આવશે અને ઉત્સાહ વધારવામાં આવશે. ત્યાંથી રવાના થઈ વિજય ચાર રસ્તા- ગુજરાત યુનિવર્સિટી- એલડી કોલેજ,  પાંજરા પોળ -IIM-વસ્ત્રાપુર, ગુરૂદ્વારા, એક્રોપોલિસ મોલ અને ત્યાંથી ગાંધીનગર જશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  આવા પ્રકારના આયોજનથી લોકોના ઉત્સાહમાં વધારો થશે અને આઝાદીના 75 માં વર્ષ એટલે કે અમૃત મહોત્સવ નિમિત્તે આ પ્રકારનું આયોજન એકતાનું પ્રતિક સાબિત થશે. છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાના કારણે આવા પ્રકારના કોઈપણ જાહેર કાર્યક્રમો થયા નથી જ્યારે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારે આ વિન્ટેજ ડ્રાઈવ ફરી એક વખત સામાજિક સમરસતામાં વધારો કરશે. (FILE PHOTO)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code