
ગુજરાત હાઈકોર્ટમાં હવે સોમવારથી વર્ચ્યુલી હિયરીંગ હાથ ધરાશે
- કોર્ટ સંકુલને સેનેટાઈઝ કરાશે
- વકીલોની ચેમ્બર્સને પણ બંધ કરાશે
- ફિઝીકલ ફાઈલીંગ માટે આયોજન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે સોમવારતી રાજ્યની વડી અદાલતોમાં વર્ચ્યુલી સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં બે દિવસમાં સમગ્ર કોર્ટ સંકુલને સેનેટાઈઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલી સુનાવણી યોજવાની સાથે ફીઝીકલી ફાઈલીંગ માટે કાઉન્ટર પણ ઉભા કરવામાં આવશે. કોર્ટ સંકુલમાં વધારે સંક્રમણ ના ફેલાય તે માટે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવશે. કોર્ટ સંકુલમાં વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ સંકુલમાં માત્ર વકીલોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ઓનલાઈન સુનાવણીનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસની અંદર સમગ્ર કોર્ટ સંકુલને સેનેટાઈઝ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. રાજકીય આગેવાનો સહિત અનેક લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહીં કોર્ટ કર્મચારીઓ પણ સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે.