1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોતાની પ્રેમિકાને પાકિસ્તાન મળવા માટે જતો પ્રેમી યુવાન કચ્છ સરહદે બોર્ડર નજીકથી પકડાયો
પોતાની પ્રેમિકાને પાકિસ્તાન મળવા માટે જતો પ્રેમી યુવાન કચ્છ સરહદે બોર્ડર નજીકથી પકડાયો

પોતાની પ્રેમિકાને પાકિસ્તાન મળવા માટે જતો પ્રેમી યુવાન કચ્છ સરહદે બોર્ડર નજીકથી પકડાયો

0
Social Share

અમદાવાદઃ  કહેવાય છે, કે, પ્રેમને કોઈ સરહદ કે વાડા નડતા નથી, ભારતમાં રહેતા પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી દુબઇ વાયા નેપાળ થઈને સરહદ ઓળંગી ગેરકાયેદેસર રીતે ભારતમાં આવી ગયેલી સીમા હૈદર નામની યુવતીનું પ્રકરણ દેશભરમાં હાલ ચર્ચાનો વિષય બની ચૂક્યું હતું ત્યારે સંભવત ભારતમાંથી પ્રેમિકાને મળવા જવાની પેરવીમાં રહેલા એક તમિલનાડુના શકાસ્પદ યુવાનને ભારત-પાકિસ્તાન વચ્ચેના રણમાં આવેલી કુંડા બોર્ડર નજીકથી સ્ટેટ આઈબીના જવાનોએ ઝડપી પાડ્યો હતો. દિનેશ લક્ષ્મણ નામનો યુવાન પાક્સિતાનમાં પોતાની પ્રેમિકાને મળવા જઈ રહ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. આ યુવાન સાચુ બોલે છે. કે કેમ ? તે અંગે વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.

આ અંગે આઈબીના સૂત્રોના જણાવ્યા મુજબ  ગત મંગળવારે સાંજના સમયે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પેટ્રોલિંગમાં રહેલા સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર એમ.પી. સુથાર તેમજ તેમની ટુકડીએ બોર્ડરથી માત્ર ૩૦૦ મીટર દૂર સરહદને ઓળંગવાની પેરવી કરેલા શખસને ઝડપી પાડી તેની  પુછપરછ કરવામાં આવી હતી પણ તેણે યોગ્ય જવાબ ન આપતા બાલાસર પોલીસ મથકે લઈ જવાયો હતો. પોલીસ મથકમાં કરેલી પ્રાથમિક તપાસમાં તેનું નામ દિનેશ લક્ષ્મણ તેવર હોવાનું અને તે તમિલનાડુના થૈની, ચિન્નામાનુર વિસ્તારનો હોવાનો જાણવા મળ્યુ છે. પકડાયેલો યુવાન પોતાની પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાન જઈ રહ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.

ચેન્નઇથી મુંબઇ અને ત્યાંથી સુરેન્દ્રનગર વાટે કચ્છમાં આવેલા સંદીગ્ધ યુવાન પાસે રહેલી કોલેજ બેગની તપાસ કરવામાં આવતા તેમાંથી લાકડાના હાથા વાળી ચાકુ, ફુડ પેકેટ,ભારતીય પાસપોર્ટ, પાનકાર્ડ-આધાર કાર્ડ-લાયસન્સ, પ્લાસ્ટીકના ઝબલામા નટ બોલ્ટ ખોલવાનું પાનુ, સાયકલ ટ્યુબ સોલ્યુશન,ટાયર ખોલવા ઉપયોગમાં લેવાતા ડીસમીસ, લાલ રંગના પ્લાસ્ટીકના હાથાવાળુ પકડ, ૨૪ ફૂટની દોરી,નાની કાતર,રેલ્વેની ચેન્નઇથી મુંબઇની અને મુંબઇથી સુરેન્દ્રનગર સુધીની ટીકિટ, તમીલનાડુ સરકારી બસની ટીકિટ, સેમસંગનો મોબાઇલ અને ચાર્જર ઉપરાંત ભારતીય ક્ષેત્રના અંગ્રેજીમાં ધોળાવીરા, અમરાપર, લોદ્રાણી, બાલાસર, દેશલપર, વમોટી, તેમજ પાકિસ્તાની ક્ષેત્રના નગરપારકર, અલીગામ, ઇસ્લામકોટ, હૈદરાબાદ દહેરલાઇ, કાસ્બો, સુરાચંદ સહિત પાકિસ્તાનના વિસ્તારો દર્શાવતો નકશો તેના હાથમાં દોરેલો મળી આવ્યો હતો. આ બનાવને પગલે મહત્વની એજન્સીઓના વડાઓ અને અધિકારીઓએ આ શખ્સની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ અગાઉ કચ્છના મોટા રણમાં મોટરસાઇકલ પર પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા સરહદ ઓળંગવાની ફિરાકમાં રહેલા મહારાષ્ટ્રના યુવાનને ઝડપી લેવાયો હતો. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code