Site icon Revoi.in

ગાંધીનગરના તપોવન સર્કલ પાસે કારની અડફેટે બાઈકસવાર યુવતીનું મોત

Social Share

ગાંધીનગરઃ શહેરના તપોવન સર્કલથી ઝુંડાલ જતા રોડ પર હોન્ડા અમેઝ કારે બાઈકને પાછળથી ટક્કર મારતાં 25 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતમાં કારની ટક્કર એટલી ભયંકર હતી કે કાર રોડની સાઇડમાં નીચે ઉતરી ગઇ હતી અને કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે  અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગાંધીનગરના તપોવન સર્કલ નજીક ઝુંડાલ જતા રોડ પર હોન્ડા અમેઝ કારે બાઈકને પાછળથી ટક્કર મારતાં 25 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતુ. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ દોડા આવી હતી, અને અકસ્માતનો ભોગ બનેલી યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. પોલીસ સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના ચાંદખેડા નિવાસી અશોકકુમાર પંચાલની દીકરી હીનાબેન પંચાલ મોટેરા વિસ્તારના સેતુ કોમ્પ્લેક્સમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. તે રોજની જેમ બાઈક પર નોકરીએ જતી હતી. ત્યારે તપોવન સર્કલ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.

અડાલજ પોલીસ સ્ટેશનના સૂત્રોના કહેવા મુજબ ગઈકાલે તા. 15 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે તપોવન સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર હોન્ડા અમેઝ કારે હીનાબેનની બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈકચાલક હીનાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતમાં કારની ટક્કર એટલી ભયંકર હતી કે કાર રોડની સાઇડમાં નીચે ઉતરી ગઇ હતી અને કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને હીનાબેનને તાત્કાલિક એસએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવતીના પરિવારજનોને જાણ કરાતા યુવતીના પિતા અશોકકુમાર અને તેમના મોટાભાઈ સતિષભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે કાર અને બાઈક બંનેને નુકસાન થયું હતું. પિતાએ કાર ચાલક સામે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.