Site icon Revoi.in

હિંમતનગરમાં જીઆઈડીસીની ફેકટરીમાં લિફ્ટ તૂટી પડતા શ્રમિક યુવાનું મોત

Social Share

હિંમતનગર,  29 મે, 2026 : A young worker died after a lift collapsed  શહેર નજીક આવેલી GIDCમાં એક ફેક્ટરીમાં માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટ અચાનક ધડાકા સાથે તૂટી પડતાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લિફ્ટ છેલ્લા બે દિવસથી ખરાબ હોવા છતાં યોગ્ય મરામત કે તકેદારી રાખવામાં ન આવતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  હિંમતનગર નજીક આવેલા પીપલોડી ગામનો એક આશાસ્પદ યુવાન રોજગારી મેળવવા માટે GIDCમાં આવેલી જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરીમાં મજૂરી કામ માટે આવતો હતો. રોજની જેમ ગુરુવારે શ્રમિક યુવાન ફેક્ટરીમાં પોતાની ફરજ પર હતો. આ દરમિયાન તે ફેક્ટરીની અંદર જંતુનાશક દવાઓના પેકિંગ માટેના ખાલી બોક્સ લેવા માટે ગયો હતો. ત્યારે વજનદાર લિફ્ટ ધડાકાભેર યુવાન પર ખાબકી હતી. લિફ્ટની નીચે કચડાવાના કારણે ગંભીર ઈજાઓ થતાં યુવાનનું લિફ્ટ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  ફેક્ટરીમાં માલસામાનની અવરજવર માટે રાખવામાં આવેલી લિફ્ટ છેલ્લા બે દિવસથી ટેકનિકલ ખામીના કારણે બંધ અથવા ખરાબ હાલતમાં હતી. યુવાન જ્યારે બોક્સ લેવા માટે લિફ્ટની નીચેના ભાગ તરફ કે નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક ઉપરથી આ વજનદાર લિફ્ટ ધડાકાભેર યુવાન પર ખાબકી હતી.

આ ઘટનાની જાણ થતાં જ મૃતક યુવાનના પરિવારજનો અને પીપલોડી ગામના સ્થાનિકો મોટી સંખ્યામાં ફેક્ટરી અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘરના કમાતા અને જુવાનજોધ દીકરાનો મૃતદેહ જોઈને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Exit mobile version