નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2026: 1લી ઓક્ટોબરથી સબસિડીવાળા એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે આધાર-લિંક્ડ બાયોમેટ્રિક પ્રમાણીકરણ ફરજિયાત રહેશે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીવાળા એલપીજી સિલિન્ડર માત્ર પાત્ર પરિવારો સુધી જ પહોંચે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય કોઈ પણ પાત્ર પરિવારને એલપીજી (LPG) થી વંચિત રાખવાનો નથી. જે ગ્રાહકોએ પ્રમાણીકરણની પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ કરી લીધી છે, તેમણે તે ફરીથી કરવાની જરૂર નથી.
બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ સિલિન્ડરની ડિલિવરી સમયે, વિતરકના શોરૂમ પર અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓની મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા કરી શકાય છે.
વધુ વાંચો: ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો વિજયધ્વજ, સ્પેનને 3-1થી આપી માત


