અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2026: Kankaria Lakefront Complex lit up with 1.25 lakh lamps વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્ર સેવાનાં 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો માં ભારતીની આરતી ઉતારી ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ તકે સમગ્ર કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અંદાજિત સવા લાખ જેટલા દિવડાઓથી ઝગમગી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો પણ હાથમાં દીવો લઈ માં ભારતીની આરતી ઉતારી વડાપ્રધાનની જનસેવાના 25 વર્ષની આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પૂર્વ સાંસદ હરિન પાઠક, અને ડૉ. કિરીટ સોલંકી, ડેપ્યૂટી મેયર શ્રીમતી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા તથા કોર્પોરેટો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


