Homeગુજરાતીગુજરાતતરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિકના વિજેતા ખેલાડીઓનું સન્માન કરાયું

તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિકના વિજેતા ખેલાડીઓનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર, 18 સપ્ટેમ્બર, 2026: Rural Olympics winners honored at Tarnetar folk fair જિલ્લાના થાનગઢ નજીક તરણેતરના ભાતીગળ લોકમેળામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા  આયોજિત ‘ગ્રામીણ ઓલિમ્પિક-2026’ના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ વિજેતાઓને સન્માનપત્ર અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તરણેતરના લોકમેળા દરમિયાન યોજાયેલા ગ્રામીણ રમતોત્સવમાં ગામ-પરગામના અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દોરડાકૂદ સ્પર્ધામાં સણોસરાના ખિચડીયા ખુશાલીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે સણોસરાના જ પરમાર ઉર્વશી દ્વિતીય સ્થાને અને ખંભાળિયાના સરવૈયા નવ્યા તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા.

આ ઉપરાંત ઓપન વિભાગ માટે યોજાયેલી રસ્સાખેંચની રોમાંચક સ્પર્ધામાં ‘એકતા સાવરકુંડલા’ ટીમે પ્રથમ ક્રમાંક હાસિલ કર્યો હતો. આ સ્પર્ધામાં મીઠાપુરની ‘ટાટા કેમિકલ્સ’ ટીમે બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે નવલગઢની ‘જય વડવાળા’ ટીમ ત્રીજા સ્થાને રહી હતી.  કુશ્તી સ્પર્ધાની 45 થી 55 કિલોગ્રામ વજન શ્રેણીમાં મહેક પોકારે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વાંકાનેરના ટોળીયા શૈલેષ દ્વિતીય ક્રમે રહ્યા હતા, જ્યારે ચોટીલાના સામર રાજેશ અને મકવાણા ગોપાલ સંયુક્ત રીતે તૃતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા.  જ્યારે કુશ્તીની 55 થી 68 કિલોગ્રામ વજન શ્રેણીમાં બાવોદ્રાના બેટિંગ અનિલ પ્રથમ સ્થાને રહ્યા હતા. આ સ્પર્ધામાં ચોટીલાના યાદવ યશ દ્વિતીય ક્રમે આવ્યા હતા, જ્યારે ચોટીલાના જ ખાંભલા વિપુલ અને ખાંભલા યશ સંયુક્ત રીતે તૃતીય સ્થાને રહ્યા હતા.

કુશ્તીની 68 કિલોગ્રામથી ઉપરની હેવી વેટ શ્રેણીમાં ડોળાસાના ચૂડાસમા સમીરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચોટીલાના ધાંધલ રવિ દ્વિતીય સ્થાને રહ્યા હતા, જ્યારે વાંકાનેરના ભરવાડ પ્રદીપ અને ચોટીલાના રબારી દેવેન્દ્ર સંયુક્ત રીતે તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને સન્માનપત્ર અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular