Homeગુજરાતીગુજરાતલેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે

લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે

રાજકોટ, 18 સપ્ટેમ્બર, 2026: Land Record Class-3 employees will go on indefinite strike રાજ્યના લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજુઆતો છતાંયે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 4000 જેટલા કર્મચારીઓ આગામી તા. 19મી સપ્ટેમ્બરે માસ સીએલ પર જશે. અને ત્યારબાદ સરકાર તરફથી યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો તા. 21 સપ્ટેમ્બરથી લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓ  અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી જશે.

રાજકોટ  જિલ્લાના લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી એવી રજુઆત કરી હતી, કર્મચારી મંડળના અગ્રણીઓએ જણાવ્યું હતું કે,  જમીન દફતર ખાતાના વર્ગ 3 કર્મચારીઓના મુખ્ય પડતર પ્રશ્ન એવા ગ્રેડ-પે સુધારણા બાબતે અવારનવાર સરકાર કક્ષાએ રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ નકકર પરિણામ મળ્યુ નથી. ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ વર્ગ-3 કર્મચારી મંડળ, અમદાવાદના તા. 11/8ના પત્રથી થયેલા અદોશ અન્વયે અત્રેના રાજકોટ જિલ્લા મંડળના તા.31/8ના પત્રથી આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે તા. 11-9થી પેનડાઉન હડતાલ શરૂ કરી છે. તેમ છતાં પડતર પ્રશ્નો બાબતે સરકારે કોઇ સમાધાનકારી વલણ દાખવેલ ન હોઇ નાછૂટકે અચોકકસ મુદતની હડતાળ પર જવા બાબતે નિર્ણય લેવામાં આવેલ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular