Homeગુજરાતીગુજરાતઅમદાવાદ - ગાંધીનગરની શાળાના વિદ્યાર્થીઓના ડેટા જન્મ નોંધણીના રેકોર્ડ સાથે જોડાશે

અમદાવાદ – ગાંધીનગરની શાળાના વિદ્યાર્થીઓના ડેટા જન્મ નોંધણીના રેકોર્ડ સાથે જોડાશે

ગાંધીનગર, 18 સપ્ટેમ્બર, 2026:  School student data to be linked with birth registration records ગુજરાતમાં શાળાઓના વિદ્યાર્થીઓના જન્મ તારીખના ડેટા જન્મ નોંધણી રેકોર્ડ સાથે જોડવા સરકાર વિચારી રહી છે. તેના ભાગ રૂપે પ્રાયોગિક ધોરણે સફળતા મળે છે કે કેમ તે માટે હાલ ગાંધીનગર અને અમદાવાદ શહેરની તમામ શાળાઓને આવરીને વિદ્યાર્થીઓના જન્મ પ્રમાણપત્રના બર્થ રજિસ્ટ્રેશન નંબર (BRN) અને આભા આયડીની વિગતો સિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)માં અપડેટ કરવાની કામગીરી હાથ ધરાશે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી તબક્કામાં સમગ્ર ગુજરાતમાં તેનો અમલ થઈ શકે છે.

ગુજરાત સરકારે  શિક્ષણ વ્યવસ્થાને જન્મ નોંધણીના ડેટા સાથે જોડવાની દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે. હાલ માત્ર અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિદ્યાર્થીઓના જન્મ પ્રમાણપત્રના બર્થ રજિસ્ટ્રેશન નંબર (BRN) અને આભા આયડીની વિગતો સિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)માં અપડેટ કરવાની કામગીરી હાથ ધરાશે. આ અંગે  ગુજરાત શાળા શિક્ષણ પરિષદના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનાધિકારીને આ અંગે સૂચના આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)માં શાળાના  વિદ્યાર્થીઓનો ડેટા ઉપલબ્ધ છે. તેમાં Jr.KG, Sr.KG અને બાલવાટિકાથી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓની વિગતોનો સમાવેશ થાય છે. હવે આ ડેટાને જન્મ નોંધણીના રેકોર્ડ સાથે જોડવા માટે દરેક વિદ્યાર્થીનો બર્થ રજિસ્ટ્રેશન નંબર (BRN) મેળવવાનો રહેશે. કેન્દ્ર સરકારના PM-FC  પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના ડેટાને સંબંધિત સરકારી ડેટાબેઝ સાથે જોડવાની કામગીરી કરવામાં આવશે. CTSમાં રહેલા વિદ્યાર્થીઓના ડેટાને Registrar General India (RGI) ના જન્મ નોંધણીના ડેટાબેઝ સાથે API મારફતે ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. આ ઉપરાંત જન્મ નોંધણીના ડેટાને ABHA ID સાથે પણ જોડવાની પ્રક્રિયા હાથ ધરાશે. 1 માર્ચ, 2021 પછી જન્મેલા તમામ બાળકોના CTS પોર્ટલમાં બર્થ રજિસ્ટ્રેશન નંબર (BRN) અને ABHA ID જોડવાની કામગીરી કરવાની રહેશે. આ માટે પ્રાથમિક શાળાના આચાર્યોએ પોતાની શાળામાં Jr.KG, Sr.KG અને બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકોના જન્મ પ્રમાણપત્રમાંથી BRN મેળવવાની કામગીરી કરવાની રહેશે.BRN અને ABHA ID મેપિંગની કામગીરી 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે માર્ગદર્શિકા પણ પત્ર સાથે મોકલવામાં આવી છે. આ પાયલોટના પરિણામ બાદ આ વ્યવસ્થા રાજ્યની અન્ય શાળાઓમાં પણ લાગુ થઈ શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular