Homeગુજરાતીગુજરાતરાજકોટમાં આવાસ ફાળવણીમાં ગેરરીતિની શંકાને લીધે ડ્રો રદ કરી દેવાયો

રાજકોટમાં આવાસ ફાળવણીમાં ગેરરીતિની શંકાને લીધે ડ્રો રદ કરી દેવાયો

રાજકોટ, 18 સપ્ટેમ્બર, 2026: Draw cancelled due to suspicion of irregularities in housing allocation શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંગલેશ્ર્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્થાપિતો માટે કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજના બનાવીને ગઈ તા. 3જી સપ્ટેમ્બરે ડ્રો કરીને 163 આવાસની ફાળવણી કરવામાં આવી હતી. એમાં ગેરરીતિની આશંકા અંગે ફરિયાદો ઉઠતા મેયર ડો. નેહલ શુકલએ તમામ આાવાસોની ફાળવણી રદ કરવાનો હુકમ કર્યો છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં શહેરના જંગલેશ્ર્વર અને આજીનદી વિસ્તારમાં મેગા ડિમોલિશન કરાયુ હતું.  અને તેના વિસ્થાપિતોને આવાસ ફાળવણી કરવાની બાકી હતી. આથી ગત તા. 3 સપ્ટેમ્બરે ડ્રો કરીને જંગલેશ્ર્વર ઉપરાંત સાગરનગર, બેટ દ્વારકા અને લલુડી વોંકળી વિસ્તારના વિસ્થાપિત લાભાર્થીઓને સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનામાં વીંગ ઇ એફ અને જી, તેમજ ગોકુલનગરમાં જ આવેલી રવિશંકર મહારાજ આવાસ યોજનામાં વીંગ એ અને બી તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં વીર તાત્યા ટોપે ટાઉનશીપમાં આવાસની ફાળવણી કરવામાં આવી હતી. સાગરનગર ફેઝ-1 બેટદ્વારકા અને સાગરનગર ફેઝ 2ના કુલ 27 લાભાર્થીઓ, જંગલેશ્ર્વરના કુલ 42 લાભાર્થીઓ અને લલુડી વોંકળીના કુલ 94 લાભાર્થીઓના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. આમાં લલુડી વોંકળી વિસ્તારના 44 લાભાર્થીઓને વીર તાત્યા ટોપે ટાઉનશીપ (સ્માર્ટઘર- 4)માં આવાસ ફાળવવામાં આવ્યા હતા. આ સહિત અલગ અલગ વિસ્તારોના 163 લાભાર્થીઓને સાદગીપુર્ણ ડ્રો કરી આવાસની ફાળવણી કરી દેવામાં આવ્યા હતા

આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિની આશંકા અંગે ફરિયાદો ઉઠતા મેયર ડો. નેહલ શુકલ દ્વારા આ અંગે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કેટલીક વિસંગતતા સામે આવી હતી. જેને લઈ તેમણે આવાસ ફાળવણીનો આ ડ્રો રદ કરવાનો આદેશ કરતાં મ્યુનિમાં ખળભળાટ મચી ગયો છે. મેયર ડો. નેહલ શુકલે એક બે આવાસોને બદલે તમામ 163 આવાસોનો આખો ડ્રો જ રદ કરવાનો હુકમ કરતાં ભાજપના કોર્પોરેટરોમાં સહિત અધિકારીઓમાં પણ સોપો પડી ગયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular