Homeગુજરાતીગુજરાતમત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે 'વિકસિત ગુજરાત'થી 'વિકસિત ભારત'નો સંકલ્પ

મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’નો સંકલ્પ

ગાંધીનગર, 18 સપ્ટેમ્બર, 2026:  Fisheries Industry Development, National Workshop ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવા અને એક્સેસ પાસ-LoA ધારકો સાથે સંવાદ’ અંગેના નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી  રાજીવ રંજન સિંહ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય સાગરખેડૂતોને ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) અને હાઈ સીઝમાં ઉપલબ્ધ ઉચ્ચ-મૂલ્યના મત્સ્ય સંસાધનોનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો તેમજ માછીમારો સામે રહેલા જમીની પડકારોને સમજીને તેના નીતિગત ઉકેલો શોધવાનો રહ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મત્સ્યપાલન અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતે મહત્તમ લાભ લેવાનો છે. આ હેતુસર આયોજિત તાલીમ વર્કશોપનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી ખાતે વધુ તાલીમ માટે જવાની તમામ વ્યવસ્થા કરવા દિલ્હી સરકાર તૈયાર છે, જ્યારે ગુજરાત સરકાર અહીંથી તાલીમાર્થીઓના પ્રવાસ માટે ટિકિટની વ્યવસ્થા કરવા અંગે વિચાર કરશે.

મુખ્યમંત્રીએ રાજ્યના વિપુલ દરિયાઈ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સાગરખેડૂતોને હાકલ કરી હતી. કુદરતી આહાર શૃંખલા અને વ્યાવસાયિક ફરજોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ‘ડીપ-સી ફીશિંગ’ માટે જરૂરી તમામ તાલીમ મેળવવી અત્યંત આવશ્યક છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી  રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે, ગુજરાત એ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્ય ક્ષેત્રના વિકાસ માટેના સતત પ્રયાસોના પરિણામે દેશમાં મત્સ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં દેશનું કુલ મત્સ્ય ઉત્પાદન ૯૫.૭ લાખ ટન હતું, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૯૭.૭૫ લાખ ટન થયું છે, એટલે કે ૧૦૬ ટકાનો વધારો નોંધાયો છે. આ વૃદ્ધિથી ગુજરાત જેવા દરિયાકાંઠાના રાજ્ય માટે વૈશ્વિક બજારમાં પોતાની ક્ષમતા વિસ્તારવાની નવી તકો ઊભી થઈ છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલે કહ્યું હતું કે, વડાપ્રધાનએ મત્સ્ય વિભાગને કૃષિ વિભાગથી અલગ કરીને તેને એક આગવી ઓળખ આપી, ત્યારે મત્સ્ય ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવી છે. જેમ હરિત ક્રાંતિએ કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ કર્યું અને શ્વેત ક્રાંતિએ દૂધ સહકારી મંડળીઓ તથા પશુપાલનને મજબૂત બનાવ્યું, તેમ હવે Blue Revolution દેશના માછીમારો માટે નવી તકો ઊભી કરી રહી છે. આ ક્રાંતિ અગાઉ જ આવવી જોઈતી હતી, પરંતુ હવે Blue Revolution આપણા માછીમાર પરિવારોના જીવનમાં સમૃદ્ધિ લાવશે. વડાપ્રધાનએ ‘બ્લુ ઇકોનોમી’ની સંકલ્પના દ્વારા દેશને અર્થતંત્રનો એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular