અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026 : Rain in 112 talukas રાજ્યમાં શનિવારે 112 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ઉંમરપાડામાં ત્રણ ઈંચ, નર્મદાના તિલકવાડામાં બે ઈંચથી વધુ, તેમજ પંચમહાલના મોરવાહડફ, સતલાસણા, ડાંગ, નડિયાદ, આણંદમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસાદનું ભારે ઝાપટું પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ભાદરવાના પ્રારંભે જ વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી છે. જો કે, હજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વડોદરા, અમદાવાદ અ ને ખેડામાં ધોધમાર વરસાદ વરસાદ પડ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 32 તાલુકામાં અડધા ઈંચ કરવા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. નડિયાદમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા. રાત્રે પણ કઠલાલ, ઠાસરા, વડોદરા, સહિત વરસાદ પડ્યો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે ઝાપટાંની આગાહી છે. વડોદરા, મહિસાગર, પંચમહાલ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે. 14 સપ્ટેમ્બરે અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને સુરત, વડોદરા સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બરે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.


