Site icon Revoi.in

કડી નજીક હાઈવે પર રિક્ષા-આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત, ચારના મોત, બેને ઈજા

Social Share

મહેસાણાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે અમદાવાદ- મહેસાણા હાઈવે પર કડીના નંદાસણ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો, પૂરફાટ ઝડપે આઈસર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર એક મહિલા સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને આઇસર વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલા મહિલા સહિત ચારના મોત નિપજ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, મૂળ પાટણના અને હાલ નંદાસણ ખાતે રહેતા હતા રહેવાસીઓના મોત થયા છે. અકસ્માતમાં રિક્ષા નંબર GJ 18 BY 1537 અને આઇસર નંબર GJ 2 ZZ 440 વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.