1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ટ્રાફિક ભંગના વિવિધ 16 ગુનાઓમાં નવા નિયમ મુજબ E-CHALLAN ફટકારાશે
અમદાવાદમાં ટ્રાફિક ભંગના વિવિધ 16 ગુનાઓમાં નવા નિયમ મુજબ E-CHALLAN ફટકારાશે

અમદાવાદમાં ટ્રાફિક ભંગના વિવિધ 16 ગુનાઓમાં નવા નિયમ મુજબ E-CHALLAN ફટકારાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધી રહ્યા છે. શહેરમા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા મુકાયા હોવા છતાં ઘણાબધા વાહનચાલકો રેડલાઈડ સિગ્નલ ભંગ, મોબાઈલ ફોન પર ચાલુવાહને વાત કરવી, રોંગસીડમાં વાહન ચલાવવું. વગેરે ગુનાઓ કરી રહ્યા છે. હવે વધારે ટ્રાફિક નિયમોનો ભંગ થયો તો મોટો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. અમદાવાદ પોલિસે 16 વિવિધ પ્રકારના ટ્રાફિક રૂલ ભંગ કરનારા સામે કડક પગલા લેવા તૈયારીઓ શરૂકરી દીધી છે. હાલ માત્ર 3 ટ્રાફિક રૂલ્સના ભંગ બદલ E-Challan ફાટે છે. હવે 16 જેટલાં ટાફિક ભંગના ગુનામાં પણ ઈ-ચલણ ફટકારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વાહન ચલાવતા સમયે ફોન પર વાત કરતા પકડાયા તો E-Challan ફટકારાશે. આ અંગે CCTV ફુટેજ ચેક કરી મેમો અપાશે. આગામી તા. 1 એપ્રિલથી આ પ્રમાણેના નિયમો લાગૂ થઈ જશે. એટલું જ નહીં વાહન યોગ્ય રીતે પાર્ક નહીં થયું હોય તો પણ આ પ્રમાણેનો મેમો ફાટી શકે છે. જોકે અગાઉ  ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રમાણેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ નિષ્ફળ રહ્યું હતું. અમદાવાદ શહેરમાં કુલ 6500 CCTV કેમેરા છે. શરૂઆતના ફેઝમાં કુલ 130 ટ્રાફિક જંકશન પરથી E-Challan આપવામાં આવે છે. જોકે હવે આની ક્ષમતા વધારાશે. એટલું જ નહીં દરેક કેમેરામાં હવે કુલ 16 વિવિધ પ્રકારના ટ્રાફિક રૂલ્સ તોડનારા સામે કાર્યવાહી થઈ શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  AMCએ આ અંગે કવાયત હાથ ધરી દીધી છે. અગાઉ (SASA) પ્રોજેક્ટ અને તેના ભાગરૂપે 6200 CCTV અને 126 VMD સ્થાપિત કરીને ઝીરો ટોલરન્સ ઝોનમાં રૂપાંતરિત કરવા માટે 130 ટ્રાફિક જંકશનની પહેલ કરાઈ હતી. પાલડીમાં કમાન્ડ કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવામાં આવી હતી. શહેરની ટ્રાફિક પોલીસે 2015થી 2021 વચ્ચે 71.39 લાખ E-Challan જાહેર કર્યા હતા. અને 245.40 કરોડનો દંડ વસૂલ કરાયો હતો. હવે સિગ્નલ ભંગ, સ્ટોપ લાઈનનો ભંગ કરવો અને ચાલુ વાહને મોબાઈલ ફોનનો વપરાશ કરવાથી E-Challan ફટકારીને દંડ વસુલ કરાશે. આની સાથે ગાડીમાં ડાર્ક ફિલ્મ લગાડવી, ફેન્સી નંબર પ્લેટ, લેન ભંગ, ટૂ વ્હીલરમાં ત્રિપલ સવારી જતા લોકો સામે પણ કડક પગલા લેવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code