1. Home
  2. ગુજરાતી
  3. UPમાં ગેસ માફિયાઓ પર કાર્યવાહી, કાળાબજારી રોકવા 4800 થી વધુ સ્થળોએ દરોડા
UPમાં ગેસ માફિયાઓ પર કાર્યવાહી, કાળાબજારી રોકવા 4800 થી વધુ સ્થળોએ દરોડા

UPમાં ગેસ માફિયાઓ પર કાર્યવાહી, કાળાબજારી રોકવા 4800 થી વધુ સ્થળોએ દરોડા

0
Social Share

લખનૌ, 17 માર્ચ 2026: ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કાળાબજારી અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાલ આંખ કરી છે. સીએમ યોગીના નિર્દેશ બાદ સમગ્ર રાજ્યમાં અમલીકરણ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ગેરકાયદે વેચાણ અને કાળાબજારી વિરુદ્ધ ચલાવવામાં આવેલા આ મહાઅભિયાન હેઠળ 12 માર્ચથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં 4,816 સ્થળોએ તપાસ અને દરોડા પાડવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન ગેસ સિલિન્ડરની કાળાબજારીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાયા છે. એલપીજી વિતરકો વિરુદ્ધ 10 અને કાળાબજારીમાં સામેલ અન્ય શખ્સો વિરુદ્ધ 60 મળી કુલ 70 FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં સ્થળ પરથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 67 વ્યક્તિઓ વિરુદ્ધ અભિયોજનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યોગી સરકાર દ્વારા રાજ્યના 4,108 એલપીજી વિતરકો પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી ગ્રાહકોને બુકિંગ મુજબ સમયસર સિલિન્ડર મળી રહે. સ્ટોકની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે અને રિફિલની ઉપલબ્ધતા પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ સિલિન્ડરોના કુલ વપરાશના 20 ટકા ફાળવણીની મંજૂરી આપ્યા બાદ તેના અમલીકરણ પર પણ સરકાર સતર્ક છે.

પેટ્રોલિયમ પદાર્થોના વિતરણમાં આવતી સમસ્યાઓના નિકાલ માટે ખાદ્ય કમિશનરની કચેરીમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. અહીં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. જિલ્લા પૂર્તિ અધિકારી અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સતત ફિલ્ડમાં ભ્રમણ કરી રહ્યા છે. ગ્રાહકો સુધી સરળતાથી એલપીજી પહોંચે તે માટે સ્થાનિક અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. યોગી સરકારની આ કડક કાર્યવાહીથી ગેસ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગ્રાહકોને રાહત મળવાની આશા બંધાઈ છે.

આ પણ વાંચોઃ ચારધામ યાત્રામાં હવે ભાવિકોના સ્વાસ્થ્યનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code