
મહાભારતમાં ભીમનો રોલ પ્લે કરીને ફેમસ બનેલા અભિનેતા પ્રવીણ કુમારનું 74 વર્ષની વયે નિધન
- મહાભારતમાં ભીમ બનેલા પ્રવીણ સોબતીએ લીધા અતિંમ શ્વાસ
- એક્ટિંગની સાથે રમગ ગમત જગતમાં પણ બનાવ્યું પોતાનું નામ
- 74 વર્ષની વયે લીધી વિદાય
મુંબઈઃ- મહાભારત સિરિયલ કે જે બીઆર ચોપરા દ્રારા નિર્મિત હતી જેના દેશભરમાં ચાહકો હતા, આ શોના પાત્રોને જાણે લોકો સત્ય જ સમજતા હતા, અનેક લોકો ટિવીની સામે ગોઠવાઈ જઈને આ સિરિયલ જોતા હતા ત્યારે હવે આ શો મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પ્રવીણ કુમાર સોબતીએ માત્ર અભિનય જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ ઘણું નામ બનાવ્યું હતું. પંજાબના રહેવાસી પ્રવીણ કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મોમાં તે ઘણીવાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યા. રમતગમતથી લઈને અભિનય સુધી તેમણે પોતાના કાર્યથી સિદ્ધી હાંસલ કરી છે.
પ્રવીણ કુમાર સોબતી તેમના કદના કારણે લોકોમાં પ્રખ્યાત હતા અને મહાભારત માટે ભીમના રોલમાં તેમને લોકોએ ખૂબ પસંદ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમાર સોબતી તેમના મૃત્યુ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા અને તેઓ લાંબા સમયથી બીમાર પણ હતા.
પ્ઉલ્લેખનીય છે કે રવીણ કુમાર સોબતી એક્ટિંગમાં જોડાતા પહેલા એથ્લેટ હતા. તેણે એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.