Homeગુજરાતીઅભિનેતા સોહેલ ખાન લગ્નના 24 વર્ષ બાદ સીમા ખાન સાથે લેશે છૂટાછેડા

અભિનેતા સોહેલ ખાન લગ્નના 24 વર્ષ બાદ સીમા ખાન સાથે લેશે છૂટાછેડા

  • બોલિવૂડમાં સામાન્ય બની રહ્યા છે છૂટાછેડા
  • આમિર ખાન બાદ હવે સોહેલ ખાન પણ લેશે તલાક
  • ઋુતિક રોશન,સેફ અલીખાન સહીતના સિતારાઓ તલાક લીધી છે

 

મુંબઈઃ- બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી છૂટાછેડા લેવાનું ચલણ જાણે સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે, લગ્નના વર્ષો બાદ પણ અભિનેતા-અભિનેત્રીઓ તલાક લઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનના ભાઈ અને અભિનેતા એવા સોહેલ ખાન પણ સીમા ખાન સાથેના લગ્નના 24 વર્ષનો અંત કરવા જઈ રહ્યા છે,બી ટાઉનમાં વાયુવેગ આ સમચાર વાયરલ થઈ રહ્યા છે.

બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવે તેમના 24 વર્ષ લાંબા સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આજરોજ શુક્રવારે છૂટાછેડાની અરજી કરવા બંને ફેમિલી કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે કેમેરામાં કેદ થયા હતા. આ પહેલા સોહેલ ખાનના મોટા ભાઈ અરબાઝ ખાનના છૂટાછેડા લીધાને તાજેતરમાં જ પાંચ વર્ષ પૂરા થયા હતા. આવા ઘણા કપલ્સ અને તેમના છૂટાછેડાની વાતો મનોરંજન જગતમાં પ્રખ્યાત છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓએ પરસ્પર સંમતિથી આ લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં તેઓ મિત્રો તો રહેશે. સોહેલ અને સીમાએ છૂટાછેડાનો નિર્ણય અત્યંત ખાનગી રાખ્યો હતો. મીડિયાને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે ફેમિલી કોર્ટમાં પહોંચ્યો. જો કે આ વાત પણ છે કે આ બન્ને સ્ટાર્સ  ઘણા લાંબા સમયથી અલગ રહે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular