1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી માધુરી દિક્ષીત ‘ઘ ફેમ ગેમ’ વેબસિરીઝમાં જોવા મળશે
અભિનેત્રી માધુરી દિક્ષીત  ‘ઘ ફેમ ગેમ’ વેબસિરીઝમાં જોવા મળશે

અભિનેત્રી માધુરી દિક્ષીત ‘ઘ ફેમ ગેમ’ વેબસિરીઝમાં જોવા મળશે

0
Social Share
  • માધુરી દિક્ષીત હવે વેબ સિરીઝમાં જોવા મળશે
  • ઘ ફેમ ગેમમાં શથે માધુરીની એન્ટ્રી

મુંબઈઃ- બોલીવુડની સુંદર અભિનેત્રી માધુરી દિક્ષિત નેને તેની ડિજિટલ એન્ટ્રી માટે તૈયાર છે. માધુરી દીક્ષિત વેબ શ્રેણી ‘ધ ફેમ ગેમ’ માં જોવા મળશે. તે નેટફલ્કિસ પર પ્રસારિત આગામી વેબ સીરીઝની ‘ધ ફેમ ગેમ’ માં ફિલ્મ સ્ટારની ભૂમિકા ભજવી રહી છે, જે પાત્ર તેના જીવનથી અલગ છે. આ બેવ સિરીઝની રિલીઝ પહેલાં, માધુરી દીક્ષિતએ તેના પાત્ર  વિશે વાત કરી છે.

આ સિરિઝમાં માધુરી બોલીવુડ અભિનેતા અનામિકા આનંદની ભૂમિકામાં છે, જે એક દિવસ અદૃશ્ય થઈ જાય છે અને તે પછી તેનું જીવન બદલાય જાય છે. ડિજિટલ માધ્યમ દ્વારા શોના લોન્ચ દરમિયાન, 54 વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે તેમને વેબ સિરીઝની સ્ક્રિપ્ટ ગમી અને તેણે તરત જ તેને કામ કરવાનું નક્કી કર્યું.

માધુરીએ કહ્યું, ‘મને સ્ક્રિપ્ટ ગમી, મને  આ પાત્રનો સફર સારો લાગ્યો આ શોહરત વિષય પર છે,જ્યારે તમારા જીવનમાં ખ્યાતિ હોય ત્યારે, તે જટિલતાઓ અને ખામીઓ  પણ થઈ શકે છે, તે તેના વિશે દર્શાવે છે. આ વાર્તા એવી સ્ત્રી વિશે છે જેનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે, પરંતુ એક દિવસ તે અદૃશ્ય થઈ જાય છે અને દરેકને એવું લાગે છે કે તેની સાથે શું થશે, તે ક્યાં હશે? ‘

ઉલ્લેખનીય છે કે આ શ્રેણી કરણ જોહર, અપુરવા મહેતા, સોમેન મિશ્રા અને ધરઘાટિક મનોરંજન દ્વારા બનાવવામાં આવી છે. આ 25 ફેબ્રુઆરીથી નેટફિક્સ પર પ્રદર્શિત થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code