અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પની મુશ્કેલી વધી, જાતિય શોષણના કેસમાં કોર્ટે કસુરવાર ઠરાવ્યાં
નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. અદાલતે એક મહિલા લેખિકાના જાતિય શોષણના કેસાં કસુરવાર ઠરાવ્યાં છે. કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લોખો ડોલરનો દંડ ફટકાર્યો છે. કોર્ટના આદેશના પગલે અમેરિકાના રાજકારણમાં ગરમાયો છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મેનહટનની ફેડરલ કોર્ટમાં જાતીય શોષણ અને માનહાનિના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ન્યૂયોર્કની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ પર 50 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેના વિરૂદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ અપીલ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 1990ના દાયકામાં એક મહિલા સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. સુનાવણી દરમિયાન નવ જ્યૂરી સભ્યોએ મહિલાના બળાત્કારના આરોપને ફગાવી દીધો હતો, પણ ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં વિચાર વિમર્શ કર્યા બાદ ઝીણવટપૂર્વક જોવામાં આવેલ સિવિલ ટ્રાયલમાં તેની અન્ય ફરિયાદો યથાવત રાખી હતી. જ્યુરીએ દુષ્કર્મના આરોપને ફગાવી દીધો અને કહ્યું કે આ કેસ ક્રિમિનલ કોર્ટમાં નહીં પરંતુ સિવિલ કોર્ટીની સમક્ષ લાવવામાં આવ્યો હતો.
ટ્રમ્પે આ કેસની સુનાવણી દરમિયાન પીડિતાને અનેકવાર બદનામ કર્યા હતા. તેમણે પીડિતાના આરોપોને બનાવટી કહાની ગણાવી હતી. પીડિતાએઆરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પે 1996માં મેનહટનના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ સૌપ્રથમવાર 2019માં એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડઝનથી વધુ મહિલાઓએ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.