1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના ભરુચમાં જનમેદની સંબોધતા PM મોદીએ  મુલાયમ સિંહજીને યાદ કર્યા 
ગુજરાતના ભરુચમાં જનમેદની સંબોધતા PM મોદીએ  મુલાયમ સિંહજીને યાદ કર્યા 

ગુજરાતના ભરુચમાં જનમેદની સંબોધતા PM મોદીએ  મુલાયમ સિંહજીને યાદ કર્યા 

0
Social Share
  • ભરુચમાં સભા સંબોધતા પીએમ મોદીએ મુલાયમસિંહજીને કર્યા યાદ
  • તેમના આશિર્વાદ અને સલાહ મારી અમાનત છે – પીએમ મોદી

 

ભરુચઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે આજે તેમની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે ત્યારે તેઓ રાજ્યના ભરુચ શહેરમાં જનસભાને સંભોધિત કરી રહ્યા છે આ દરમિયાન તેમણે આજરોજ સવારે સ્વર્ગવાસ પામેલા સપાના નેતા મુલાયમ સિંહજીને પણ યાદ કર્યા હતા અને ભાવૂક થયા હતા.

પીએમ મોદીએ પોતાના સંબંધોનમાં નમુલાયમ સિંહને યાદ કરીને કહ્યું કે તેમના આશિર્વાદ અને સલાહ મારી અમાનત છે. તેમનું નિધન દેશ માટે મોટી ખોટ છે. મુલાયમ સિંહજી સાથે મારા સંબંધ ખૂબ સારા રહ્યા  છે. જ્યારે અમે બંને મુખ્ય મંત્રી પદે હતા અને મળતા હતા, ત્યારે મને અને તેમને પણ બંને એકબીજા પ્રત્યે પોતાના પણનો ભઆવ અનુભવતા હતા.

પીએમ મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે 2014માં જ્યારે ભાજપે મને વડાપ્રધાન પદ માટે આશીર્વાદ આપ્યા હતા. મારી પાસે વિપક્ષમાં એવા લોકો હતા, જેમની સાથે હું પહેલેથી જ પરિચિત હતો. ત્યારે તેમણે બધાને બોલાવીને આશીર્વાદ લેવાનું કામ કર્યું. મને તે દિવસ યાદ છે… મુલાયમ સિંહ જીના આશીર્વાદ અને સલાહ  આ બે શબ્દો મારી અમાનત છે.

ઉલ્લેખનીય ચે કે પીએમ મોદી અને સપાના નેતા મુલાયમ સિંહના સંબંધો સારા રહ્યા હતા તેઓ પોતાના નિવેદનની બાબતે ચર્ચામાં રહેતા નેતા હતા એક પ્રસંગ એવો બન્યો હતો કે જ્યાપે એકવાર તેમના પુત્ર અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ગૃહમાં તેમના નિવેદનથી દંગ રહી ગયા હતા. 16મી લોકસભાના છેલ્લા સત્ર દરમિયાન સંસદને સંબોધતા મુલાયમ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનવાની શુભેચ્છા પાઠવી હતી. નેતાજીએ કહ્યું હતું કે, “હું વડા પ્રધાનને અભિનંદન આપવા માંગુ છું કે તેમણે બધાને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કર્યો. મને આશા છે કે તમામ સભ્યો ફરીથી ચૂંટણી જીતીને ગૃહમાં પાછા આવશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code