પુરતા પ્રમાણમાં આયરન બાળકોને આપે છે તંદુરસ્તી, જાણો તેની ઉણપથી શું થાય છે?
- બાળકોમાં આયરનની કમી ન થવા દો
- આરનની ઉણપ અનેક રોગને નોતરે છે
સામાન્ય રીતે આયર્ન એક એવું પોષક તત્વ છે, જે બાળકોથી લઈને મોટી વયના તમામ લોકો માટે જરૂરી છે. જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેનાથી એનિમિયા જેવી બીમારી થાય છે. આ સાથએ જ શરીરમાં ઉર્જાનો અભાવ અને થાકની લાગણી થાય છે.
જો ખાસ કરીને આપણે નાના બાળકોની વાત કરીએ તો આયર્નની ઉણપ તેમના માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આયર્ન લોહીના હિમોગ્લોબિનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આયર્નની મદદથી ઓક્સિજન શરીરના તમામ ભાગોમાં પહોંચે છે. આવી સ્થિતિમાં શરીર માટે આયર્નની ખૂબ જ જરૂર હોય છે.
આ તત્વની કમીથી ત્વચાની લાલાશ ફીકી પડી જવી એટલે કે રંગ સફેદ દેખાવો,નખ પીળા પડવા, ખાસ કરીને જ્યારે તમે તમારી મુઠ્ઠી વાળો ત્યારે આમ થાય છે,હંમેશા થાક લાગે છે અને માથાનો દુખાવો થવા લાગે છે,વારંવાર છાતીમાં દુખાવો થવો,શ્વાસની સમસ્યા, હથેળી અને તળિયાની ઠંડક થવી
આ સહીત આયર્નની ઉણપથી બાળકોમાં એનિમિયા તેમજ અન્ય રોગોનું જોખમ વધે છે. ખરેખર, શરીરમાં આયર્નની ઉણપને કારણે, હિમોગ્લોબિનનું સ્તર ઘટે છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. જેના કારણે બાળકોમાં રોગચાળો વધુ રહે છે. આ સિવાય બાળકને એકાગ્રતાથી કોઈપણ કામ કરવામાં પણ તકલીફ પડે છે. આ તેમની શીખવાની, સમજવાની અને વિચારવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે.
લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે આયર્નની જરૂર પડે છે, જેના કારણે આખા શરીરમાં ઓક્સિજન સરળતાથી ફરે છે. વાસ્તવમાં, શરીરના દરેક કોષને ઊર્જા મેળવવા અને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આયર્ન આ જરૂરિયાતને પૂર્ણ કરે છે, જે બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેથી બાળકોના આહારમાં આયર્ન યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.