અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’નું એડવાન્સ બૂકિંગ પૂરજોશમાં – બૂકિંગ શરુ થયાના 3 દિવસમાં જ શાનદાર કલેક્શન
- અજય દેવગનની ફિલ્મ ભોલા રિલીઝ પહેલા જ ચર્ચામાં
 - એડવાન્સ બૂકિંગ શાનદાર થઈ રહ્યું છે
 
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનની તાજેતરમાં કિલીઝ થયેલી ફિલ્મ દ્ર્શ્યમ 2 ખૂબ જ સુપરહીટ રહી હતી ત્યારે હવે દર્શકોને તેમની અપકમિંગ ફિલ્મ ભોલાનો ઈંતઝાર કરી રહ્યા છએ ત્યારે આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ જોરદાર થી રહ્યું છે તે જોતા એમ કહી શકાય કે અજયની ફિલ્મ ભોલા બોક્સ ઓફીસ પર ધમાલ મચાવા તૈયાર છે.
આ ફિલ્મ અજય દેવગન અને તબ્બુની જોડી જોવા મળશે ‘ફિલ્મના ટીઝર-ટ્રેલરે પહેલાથી જ ચાહકોમાં ધૂમ મચાવી દીધી છે. અજય દેવગનની અનોખી સ્ટાઈલ જોવા માટે ચાહકો કેટલા ઉત્સાહિત છે, તેની ઝલક તેની એડવાન્સ ટિકિટ બુકિંગમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
ફિલ્મ ભોલાનું એડવાન્સ બુકિંગ 3 દિવસ પહેલા જ શરુ થઈ ગયું છે 19 માર્ચ 2023 ના રોજ એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ થયા પછી, તેણે માત્ર ત્રણ દિવસમાં ચોંકાવનારો બિઝનેસ કર્યો છે.પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગ ખૂબ સારુ રહ્યું છે ત્યારે હવે 3 દિવસ પછી શાનદાર બૂકિંગ થી રહ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે ‘ભોલા’એ એડવાન્સ ટિકિટ બુકિંગ કેસમાં માત્ર ત્રણ દિવસમાં એક કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ એક અઠવાડિયાની વાર છે. આ રિપોર્ટના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કમાણીના મામલામાં ‘દ્રશ્યમ 2’ને પાછળ છોડી દેશે.
IMAX 3D અને 4DX 3Dમાં ‘ભોલા’ માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ ‘ભોલા’ને અજય દેવગણે પોતે જ ડિરેક્ટ કરી છે. તેમજ તે તમિલ ફિલ્મ ‘કૈથી’ની ઓફિશિયલ રિમેક છે. IMAX અને 4DX વર્ઝન સહિત દેશભરમાં હજારો ટિકિટો વેચાઈ ગઈ છે. બીજી તરફ તેની રિલીઝની વાત કરીએ તો તેમાં હજુ સાત દિવસ બાકી છે. તબ્બુ અને અજય દેવગન 30 માર્ચે રિલીઝ થવાની છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

