1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા

0
Social Share

અમદાવાદઃ દક્ષિણ ભારતના ચેન્નાઈ અને બેંગ્લુરુમાં બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા પાડ્યાં હતા. આ બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદના બિલ્ડર જૂથ ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. આઈટીના દરોડાને પગલે અમદાવાદના બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. નાણાકીય વર્ષનો અંતિમ મહિનો માર્ચ ચાલતો હોવાથી આવકવેરા વિભાગ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આગામી દિવસોમાં મેગા ઓપરેશન હાથ ધરે તેવી શકયતા છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવકવેરા વિભાગે બિલ્ડરને ત્યાં પાડેલા દરોડાને અંતે કરોડોની કર ચોરી બહાર આવે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના બોપલમાં એક બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગલુરુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ચેન્નાઈ અને બેંગ્લોરમાં બિલ્ડર જૂથ ઉપર આજે સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી યથાવત રાખી હતી. મોટા બેનામી વ્યવહારોને લઈને બેંગલુરુ ઇન્કમટેકસ વિભાગની ટીમે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં દરોડા પાડયા હતા.  બેંગલુરુ અને ચેન્નઈના બિલ્ડર ગ્રુપ સાથે કનેક્શન ધરાવતા હોવાથી આ બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે. બેંગલુરુના બિલ્ડરના બેનામી રૂપિયાનું અમદાવાદમાં રોકાણ કર્યું હોવાની આશંકાને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોપલમાં બિલ્ડરના ઓફિસ તેમજ ઘર ઉપર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ તેમની સાથે જોડાયેલા અન્ય બિલ્ડરોને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code