નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2026: Air Force Wives Welfare Association (AFFWA) દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ડિકલેમેશન કોમ્પિટિશન 2026નું ભવ્ય આયોજન 25 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આફવાના વિવિધ પ્રાદેશિક એકમોનું પ્રતિનિધિત્વ કરતા 16 ફાઇનલિસ્ટ્સે ભાગ લીધો હતો. સ્પર્ધકોએ અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષા શ્રેણીઓમાં પોતાના વિચારો સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી શૈલીમાં રજૂ કરીને સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.
સ્પર્ધાના અંતે બંને શ્રેણીઓના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
અંગ્રેજી શ્રેણીનું પરિણામ:
વિજેતા: માસ્ટર લક્ષ્ય વત્સ — સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)
રનર-અપ: માસ્ટર રિધિમાન ઠાકુરદાસ — સેન્ટ્રલ એર કમાન્ડ (CAC)
નિર્ણાણયક મંડળ: શ્રીમતી નંદિતા મુખરજી, ઓથર શેરી અને શ્રી નીલેશ કુલકર્ણી
Senior officials of Air HQ and Committee Members of AFFWA interacted with 16 young finalists and their parents at Air House during the annual #AFFWA Declamation Contest 2026.
Representing different AFFWA (Regionals), the young voices impressed with their confidence, clarity and… pic.twitter.com/TNvT7TW45X
— Indian Air Force (@IAF_MCC) August 28, 2026
હિન્દી શ્રેણીનું પરિણામ:
વિજેતા: માસ્ટર ચિરાગ જનમેદા — વેસ્ટર્ન એર કમાન્ડ (WAC)
રનર-અપ: કુમારી ક્ષિપ્રા ત્રિપાઠી — ASTE, એર હેડક્વાર્ટર
નિર્ણાણયક મંડળ: સિનિયર પ્રોફેસર (ડૉ.) નિરંજન કુમાર, પ્રોફેસર પૂનમ કુમારી અને ડૉ. વિભાવરી
સ્પર્ધા દરમિયાન તમામ 16 રાષ્ટ્રીય ફાઇનલિસ્ટ્સની વક્તૃત્વ શૈલી, સમયપાલન અને વિષયની આસપાસ વિચારોની વ્યવસ્થિત રજૂઆતની નિર્ણાયક મંડળ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

આ સ્પર્ધાના સફળ આયોજન બાદ તમામ વિજેતાઓ અને ભાગ લેનાર સ્પર્ધકોએ એર હાઉસ ખાતે વાયુસેના પ્રમુખ (Chief of the Air Staff) અને આફવાના પ્રમુખ (President of AFFWA) સાથે ખાસ મુલાકાત કરી હતી. આ ખાસ સંવાદ દરમિયાન વાયુસેના પ્રમુખ અને આફવા પ્રમુખે તમામ બાળકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવ્યું હતું અને તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


