પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ ઉપર ફાયરિંગની ઘટનાઓ વધી છે. તેમજ તાજેતરમાં જ પાકિસ્તાન આર્મીએ અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેથી અફઘાનિસ્તાને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન અફઘાનિસ્તાને પાકિસ્તાનના ઉચ્ચસ્તરીય ડેલીગેશનના કાબુલ પ્રવાસની વિનંતીને ફગાવી દેવામાં આવી છે. સતત 3 દિવસથી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આફિસ. આઈએસઆઈ પ્રમુખ આસિમ મલિક અને અન્ય બે સિનિયર જનરના 3 અલગ-અલગ વિઝાની રિકવેસ્ટ મોકલવામાં આવી છે જો કે, કાબુલે વિઝા આપવાનો ઈન્કાર કર્યો છે.
ઈસ્લામી અમીરાત ઓફ અફઘાનિસ્તાનના આ નિર્ણયની પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાને તાજેતરમાં અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને પક્તિકા પ્રાંત નાગરિક ક્ષેત્રોમાં હવાઈ હુમલો કર્યો હતો. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના નાગરિકો ઉપર હુમલા થઈ રહ્યાં છે ત્યારે કોઈ પણ પાકિસ્તાની પ્રતિનિધિમંડળને કાબુલ આવવાની મંજુરી આપી શકાય નહીં. ખ્વાજા આફિસ સહિત ચાર વ્યક્તિઓએ વિઝા માટે અરજી કરી હતી. જો કે, અફઘાનિસ્તાન સતત ઈન્કાર કરી રહ્યું છે તેમજ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, અફઘાનિસ્તાન પાકિસ્તાનની શરતો ઉપર વાતચીત નહીં કરે. અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે.
જાણકારોના મતે, આ માત્ર કુટનૈતિક અપમાન નથી પરંતુ અફઘાન સંપ્રભુતાની રક્ષા અને પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહીનો સંકેત પણ છે. સીમા પાર થતી ઘટનાઓ અને આતંકવાદીઓને આસરો આપવાના આરોપો વચ્ચે બંને દેશ વચ્ચે પહેલાથી સંબંધ તણાવપૂર્વક હતા. હવે વિઝા આપવાનો ઈન્કાર કરવામાં આવતા તણાવ હજુ વધશે.