
આસામ,મણીપુર, અને નાગાલેન્ડમાં સેનાને સ્પેશિયલ પાવર આપનારા AFSPA કાયદો હટાવાયો -ગૃહમંત્રી શાહે ટ્વિટ કરીને આપી માહિતી
- 3 રાજ્યોમાં AFSPAનો વ્યાપ ઘટાડાયો
- આસામ, નાગાલેન્ડ, મણિપુરના ભાગોમાંથી સેનાને વિશેષ સત્તા આપતો કાયદો
- હટાવ્યો ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી.
દિલ્હીઃ- છેલ્લા ઘણા સયમથી કેન્દ્રની સરકારે અનેક મહત્વના નિર્ણયો લઈને જનતાને ચોંક્ાવ્યા છે એ પછી કાશ્મીરને ખાસ દરજ્જો અપાવતી કલમ 370 હોય કે પછી કેન્દ્ર મણિપુર અને નાગાલેન્ડમાં વિવાદાસ્પદ લશ્કરી કાયદો AFSPA હોય ત્યારે હવે આ કાયદાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે આસામ, મણિપુર અને નાગાલેન્ડમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ હેઠળના વિસ્તારોને ઘટાડવામાં આવ્યા છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડના મોન જિલ્લામાં પેરા કમાન્ડો દ્વારા તાજેતરના ઓપરેશનમાં, ખોટી ઓળખના કારણે ઘણા ગામવાસીઓના મોત થયા હતા. ત્યારથી, આસામ, મણિપુર અને નાગાલેન્ડમાં આર્મ્ડ ફોર્સિસ એટલે કે સ્પેશિયલ પાવર્સ એક્ટ, 1958 (AFSPA) ને દૂર કરવાની માંગ પૂરજોશમાં ચાલી હતી ત્યારે લાંબા સમય બાદ આ માંગને આઘીન નિર્ણય એસ્વિત્વમાં આવ્યો છે.
અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે, AFSPAના ક્ષેત્રોનો વ્યાપ ઘટાડવામાં, સરકાર દ્વારા શાંતિ લાવવાના પ્રયાસો મદદરૂપ થયા છે. આ વિસ્તારોમાં બળવાખોરોનું નિયંત્રણ પણ વધ્યું છે. સુરક્ષાની સ્થિતિ અને અનેક સમજૂતીઓના કારણે થયેલા વિકાસને કારણે પણ કાયદાને હટાવવામાં મદદ મળી.
AFSPA કાયદો કે જે સશસ્ત્ર દળોને “અવ્યવસ્થિત વિસ્તારોમાં” જાહેર વ્યવસ્થા જાળવવાની સત્તા આપે છે. તે સશસ્ત્ર દળોને ચેતવણી આપ્યા પછી કાયદાનું ઉલ્લંઘન કરતી વ્યક્તિ પર બળનો ઉપયોગ કરવાની અથવા ગોળી ચલાવવાની પણ મંજૂરી આપે છે.ત્યારે હવે આ કાયદાનો વિસ્તાર ઘટાડી દેવાયો છે.
આસામ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, ચંદીગઢ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક ભાગોમાં AFSPA એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને ઘણા વિસ્તારોમાંથી હટાવી પણ લેવામાં આવ્યો હતો. અમિત શાહની જાહેરાત પહેલા, આ કાયદો જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, મણિપુર (રાજધાની ઇમ્ફાલના 7 વિસ્તારો સિવાય), આસામ અને અરુણાચલ પ્રદેશના ભાગોમાં લાગુ હતો. તેને ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલયમાંથી પહેલાથી જ હટાવી દેવામાં આવ્યો છે.