
જમ્મુ કાશ્મીર પછી ભારતની આ જગ્યાને લોકો કહે છે સ્વર્ગ,ફરવા માટે છે બેસ્ટ
ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે, અને તે સ્થળો પર ફરવા માટે આવનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ત્યારે જો ભારતમાં એવા સ્થળોની વાત કરવામાં આવે કે જે સ્વર્ગ જેવી છે તો તેમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તરાખંડ અને બંગાળની પણ સરસ જગ્યા છે.
લેન્સડાઉન ઉતરાખંડમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે.તમે લેન્સડાઉનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. અહીં તમે ભૈરવગઢી, ભુલ્લા તળાવ, તડકેશ્વર મંદિર જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
દરેક તમે પ્રકૃતિપ્રેમીએ પોતાના જીવનમાં શિમલા અવશ્ય જવું જોઈએ. શિમલા હિમાચલ રાજ્યમાં આવેલું સુંદર ટૂરિસ્ટ પ્લેસ છે. તમે અહીં કુફરી અને ચેઈલ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે અહીં રિવર રાફ્ટિંગની મજા પણ માણી શકો છો.
દાર્જિલિંગ બંગાળમાં આવેલું છે. દાર્જિલિંગના ચાના બગીચા તમને મંત્રમુગ્ધ કરશે. પ્રકૃતિના સુંદર નજારાઓને તમે કેમેરામાં કેદ પણ કરી શકો છો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં દાર્જિલિંગની સુંદરતા જોવા આવે છે.