
સુરત: દક્ષિણ ગુજરાતમાં વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ઘણાબધા તળાવો છલકાયા છે. સુરત જિલ્લામાં હાલ બરોબર ચોમાસુ જામ્યું છે. જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે. વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારમાસી સિંચાઇ યોજના કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટની રહી છે. પરંતુ હાલમાં વરસેલા વરસાદથી ડેમ છલકાઇ ગયો હતો. 160.30ની સપાટીએ છલકાયેલો ડેમ ઓવરફ્લો થતાં ડેમનું સૌંદર્ય પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. તેમજ ડેમ ઓવર ફલોનો નજારો જોવા બહોળી સંખ્યામાં સ્થાનિકો લોકો ઉમટી પડ્યા હતા.
સુરત જિલ્લાના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ વરસાદની પહેલી સીઝનમાં જ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ડેમ ઓવરફલોનો નજારો જોવા બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે, આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે. વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારમાસી સિંચાઇ યોજના કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટની રહી છે, પરંતુ હાલમાં વરસેલા વરસાદથી ડેમ છલકાઇ ગયો હતો. 160.30ની સપાટીએ છલકાયેલા ડેમની સ્થિતિથી એકબાજુ જીવાદોરીના છલકાવાની ખુશી તો બીજી બાજુ છલકાયેલા ડેમનું સૌંદર્ય પણ આકર્ષિતનું કેન્દ્ર બન્યું છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.