1. Home
  2. ગુજરાતી
  3. નૂહમાં હિંસા બાદ સરકાર એકર્શન મોડમાં, હવે મેવાતમાં રેપિડ એક્શન ફોર્સનું કેન્દ્ર બનાવાશે
નૂહમાં હિંસા બાદ સરકાર એકર્શન મોડમાં, હવે મેવાતમાં રેપિડ એક્શન ફોર્સનું કેન્દ્ર બનાવાશે

નૂહમાં હિંસા બાદ સરકાર એકર્શન મોડમાં, હવે મેવાતમાં રેપિડ એક્શન ફોર્સનું કેન્દ્ર બનાવાશે

0
Social Share

નૂહઃ- હરિયાણામાં ચાલી રહેલી હિંસાને લઈને સરકાર સતર્ક બની છે,વિતેલા દિવસે ભડકાઉ પોસ્ટને લઈને પહેલી ફરીયાદ પણ નોંધી છે આ સાથે જ ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે ત્યારે હવે  હરિયાણાના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે કહ્યું છે કે નુહમાં સાયબર પોલીસ સ્ટેશન પરનો હુમલો દેશ અને રાજ્યની સુરક્ષા પર મોટો હુમલો છે અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

આ સાથે જ  છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસા વચ્ચે નૂહના એસપી આઈપીએસ વરુણ સિંગલાની બદલી કરવામાં આવી છેકે હરિયાણામાં હિંસા નૂહથી જ શરૂ થઈ હતી.આઈપીએસ વરુણ સિંગલાને હવે નૂહથી ભિવાની મોકલવામાં આવ્યા છે. વરુણ સિંગલાની જગ્યાએ નરેન્દ્ર બિજાર્નિયાને હવે નુહના નવા એસપી બનાવવામાં આવ્યા છે. જ્યારે નૂહમાં હિંસા શરૂ થઈ ત્યારે નરેન્દ્ર બિજાર્નિયાને ભિવાનીથી નૂહ મોકલવામાં આવ્યા હતા. જો કે, હવે સરકારે તેમને નુહના એસપી તરીકે કાયમી ધોરણે નિયુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે.

જાણકારી પ્રમાણે આ પ્રકારના હુમલાઓને જોતા  મેવાતમાં રેપિડ એક્શન ફોર્સનું એક કેન્દ્ર કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવશે. ગુરુવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પ્રસાદે નૂહમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સહયોગ માટે મીડિયાને પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે નૂહમાં ધાર્મિક યાત્રાધામ પર હુમલા બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં અત્યાર સુધીમાં કુલ 93 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નુહ જિલ્લામાં 46, ફરીદાબાદમાં 3, ગુરુગ્રામમાં 23, રેવાડીમાં 3 અને પલવલ જિલ્લામાં 18 એફઆઈઆર નોંધવામાં આવી છે

વધુ માહિતી પ્રમાણે નુહ અને આસપાસના જિલ્લાઓમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને પ્રબુદ્ધ જનતાને પણ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર અને ધમકીની આશંકા જણાતાં જ પોલીસ નંબર 112 ડાયલ કરવા આહ્વાન કર્યું હતું.

 રાજ્યના પોલીસ મહાનિર્દેશક નુહ અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. નૂહ સાયબર પોલીસ સ્ટેશન પર હુમલા અંગે પ્ર જણાવાયું છે કે અસામાજિક તત્વોના કાવતરાને નકારી શકાય નહીંહાલમાં સંગઠિત સાયબર ગુનાઓ વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ આ મામલે ઝડપથી કામ કરી રહી છે. તેથી જ દેશની રાજધાની દિલ્હી નજીક સાયબર પોલીસ સ્ટેશન પર થયેલો હુમલો એક સઘન તપાસનો વિષય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code