1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદઃ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનુ બિનવારસી હાલતમાં મળ્યું
અમદાવાદઃ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનુ બિનવારસી હાલતમાં મળ્યું

અમદાવાદઃ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનુ બિનવારસી હાલતમાં મળ્યું

0
Social Share

અમદાવાદઃ શહેરમાં એર ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ એરપોર્ટ ઉપર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એટલું જ નહીં સોનાની દાણચોરી કરનારાઓમાં પણ અમદાવાદ એરપોર્ટ હોટસ્પોટ બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનું બિનવારશી હાલતમાં મળી આવ્યું હતું. તાજેતરમાં જ એરપોર્ટના ટોયલેટમાંથી 800 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. દરમિયાન ફરી એકવાર બાથરૂમમાંથી 116 ગ્રામ વજનના કુલ છ  સોનાના બિસ્કીટ મળી આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટના બાથરૂમનો ફ્લશ કામ કરતો નહીં હોવાની ફરિયાદ એક મુસાફરે કરી હતી. જેથી સફાઈ કર્મચારીએ તપાસ કરી હતી, સફાઈ કર્મચારીએ તપાસ કરતા અંદરથી કાળા કલરનું એક પાર્સલ મળ્યું હતું. જેથી તાત્કાલિક કસ્ટમ વિભાગને જાણ કરી હતી. પાર્સલ ખોલતા અંદરથી સોનાના બિસ્કીટ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. વિદેશથી ફ્લાઈટમાં આવેલા કોઈ પેસેન્જરે સોનું છુપાવ્યા હોવાની કસ્ટમ વિભાગે આશંકા વ્યક્ત કરી છે. હાલ તો કસ્ટમ વિભાગે સોનાના બિસ્કીટ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આઠ દિવસ પહેલા પણ એરપોર્ટના બાથરૂમ ફ્લશમાંથી પણ સોનાના કડા મળી આવ્યા હતા.

ગુરુવારે હાઉસકીપિંગના સુપરવાઈઝર હરવિંદર નારુકાને ટોઈલેટની ફ્લશ ટેન્કમાંથી પ્લાસ્ટિકની 2 થેલી મળી આવી હતી..જેની તપાસ કરતા તેમાંથી સોનાના 2 કડાં મળી આવ્યા. જેનું વજન 800 ગ્રામ થયું હતું. ગોલ્ડ મળ્યાની જાણ કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code