Homeગુજરાતીગુજરાતદેવભૂમિ દ્વારકાઃ રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર પ્રથમવાર એલઈડી લાઈટવાળી ધજા ફરકાવાઈ

દેવભૂમિ દ્વારકાઃ રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર પ્રથમવાર એલઈડી લાઈટવાળી ધજા ફરકાવાઈ

અમદાવાદઃ શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર એક ભક્ત દ્વારા એલઈડી લાઈટવાળી ધજા ચડાવી હતી.

દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરે દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દ્વારકાધિશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ મંદિરની નજીક જ આવેલા રૂક્ષ્મણી મંદિરે પણ દર્શન કરવા જાય છે. તેમજ ભક્તો મંદિરે ધજા પણ ચડાવે છે. દરમિયાન એક ભાવિક પરિવારે  રૂક્ષ્મણી  મંદિર ઉપર સૌ પ્રથમ વાર LED વાળી ધજા ફરકાવી હતી. ભારતમાં રૂક્ષ્મણી માતાજીના મંદિર ઘણા ઓછા છે તે પૈકીનું એક મંદિર દ્વારકામાં આવેલું છે અને તેનું વિશેષ માહાત્મય છે, શાસ્ત્રોમાં મંદિરની ધજાનું આગવું માહાત્મય છે. કહેવાય છે કે મંદિરમાં દર્શન ન  કરી શકો તો દૂરથી મંદિરની  ધજાના દર્શન કરો તો પણ તે ભગવાનના દર્શન  કર્યા બરાબર છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular