Site icon Revoi.in

અમદાવાદમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખને ગેરશિસ્ત માટે સસ્પેન્ડ કરાયા

Social Share

અમદાવાદઃ કોંગ્રેસમાં રાજ્યભરમાં અત્યારે જિલ્લા પ્રમુખની નિમવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે બે દિવસ પહેલા શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણિયા અને શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરે અન્ય કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી હતી. AICCના નિરીક્ષક અને અન્ય આગેવાનોની હાજરીમાં ઘટના બની હતી. આ અંગે શિસ્ત સમિતિએ વિશાલસિંહ ગુર્જરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં જિલ્લા પ્રમુખ નિમણૂક માટેની પ્રક્રિયા ચાલી રહી છે.આ પ્રક્રિયામાં નિરીક્ષકો અને પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો હાજર રહે છે. બે દિવસ પહેલા પણ પ્રક્રિયાના ભાગરૂપે એઆઇસીસીના નિરીક્ષક બી.કે હરીપ્રસાદ અને અન્ય આગેવાનો કોંગ્રેસ કાર્યાલયમાં હાજર હતા.આ દરમિયાન અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણીયા અને અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર પણ હાજર હતા.કોંગ્રેસ કાર્યાલયમાં જ વિશાલસિંહ ગુર્જરે તમામ નેતાઓની હાજરીમાં અન્ય કાર્યકર્તા સાથે સામાન્ય બાબતમાં ગાળાગાડી કરી હતી. તમામ આગેવાનોની હાજરીમાં આ પ્રકારના ગેરવર્તનની પાર્ટીએ નોંધ લીધી હતી.કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા તમામ પુરાવા અને હકીકતને ધ્યાને લીધા બાદ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.