1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થયો ઘટાડો, આંકડો 147 ઉપર પહોંચ્યો
અમદાવાદઃ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થયો ઘટાડો, આંકડો 147 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થયો ઘટાડો, આંકડો 147 ઉપર પહોંચ્યો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સીટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં લગભગ 147 જેટલા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉપલબ્ધ છે. મનપા દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નવા 4 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. બીજી તરફ 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આમ પહેલા કરતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા સુધી અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 177 હતી. એક દિવસ પહેલા કેટલાક વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 157 થઈ હતી. હવે વધુ 14 વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેથી અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા હવે 147 થઈ છે. માઈક્રો ક્ન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યાં છે. પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code