1. Home
  2. Agency
  3. News
  4. અમદાવાદ: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક સિદ્ધિ
અમદાવાદ: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક સિદ્ધિ

અમદાવાદ: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક સિદ્ધિ

0
Social Share

ગાંધીનગર 06 જાન્યુઆરી 2026: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ, સંશોધન તથા રાષ્ટ્રીય પ્રતિનિધિત્વના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ કરેલી આ સિદ્ધિઓ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની મજબૂત પરંપરાનો પુરાવો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી ડૉ. પ્રિયા કોકડિયાએ Cardio‑Respiratory Disorders વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં ઓવરઓલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે જ રીતે, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી ડૉ. દર્શિતા ઉચદડીયાએ Orthopedic Disorders વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ફિઝિયોથેરાપી કોલેજના ફાઇનલ યર સ્નાતક અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી જુહી પંચાલે સ્નાતક સ્તરે ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

આ સાથે જ, ફિઝિયોથેરાપી સ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વૈષ્ણવી પરીખ ‘ફિટ ભારત – હિટ ભારત’ થીમ પર યોજાનારા ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ – રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026’માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન યુવા અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિ વિશેષ ગૌરવપૂર્ણ બની રહેશે.

સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પીયુષ મિત્તલના અસરકારક નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંસ્થામાં શિક્ષણ, સંશોધન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ઉત્તમતા સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા વિકસી છે. તેના પરિણામે સંસ્થાના વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજ આ તમામ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક પ્રાધ્યાપકોના યોગદાનને હૃદયપૂર્વક સરાહના કરે છે અને ભવિષ્યમાં વધુ ઉજ્જવળ સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ પાઠવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code