1. Home
  2. revoinews
  3. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ: વાચનપ્રેમીઓમાં દેશભક્તિનાં પુસ્તકોનું ભારે આકર્ષણ
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ: વાચનપ્રેમીઓમાં દેશભક્તિનાં પુસ્તકોનું ભારે આકર્ષણ

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ: વાચનપ્રેમીઓમાં દેશભક્તિનાં પુસ્તકોનું ભારે આકર્ષણ

0
Social Share
  • અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આવનારા ત્રણ દિવસ દરમિયાન જ્ઞાન, સાહસ, પ્રેરણા અને વૈશ્વિક સંવાદના વિશેષ સત્રો યોજાશે
  • 19 નવેમ્બર મહામહિમ પ્રો. અનિલ સૂકલાલ, 20 નવેમ્બરે શ્રી કે. વિજયકુમાર, 21 નવેમ્બરે શ્રી ગુરચરણ દાસ અને જાણીતી લેખિકા શ્રીમતી સ્વપ્નિલ પાંડેના વિવિધ સેશન યોજાશે
  • નોન-ફિક્શન, કિડ્સ લિટ્રેચર, દેશભક્તિનાં પુસ્તકોની માંગ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ Ahmedabad International Book Festival અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં આવનારા ત્રણ દિવસ પણ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વધુ જીવંત બનવા જઈ રહ્યા છે. વાચકો, વિદ્યાર્થીમિત્રો અને જ્ઞાનરસિક નાગરિકો માટે 19, 20 અને 21 નવેમ્બરના દિવસોમાં યોજાનારા સત્રો ખાસ આકર્ષણરૂપ રહેશે. રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય સંબંધો, શાંતિ, સુરક્ષા અને સાહિત્ય અને હીરોઝમ જેવા વિષયો પર આધારિત આ સત્રો ફેસ્ટિવલને વધુ ઊર્જાવાન બનાવશે.

19 નવેમ્બરના રોજ સાંજે 5 થી 6 વાગ્યાના સેશનમાં ગાંધી અને મંડેલા: વારસો અથવા શાંતિ, સ્વતંત્રતા અને સહિયારો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો સંઘર્ષ પર મહામહિમ પ્રો. અનિલ સૂકલાલ પોતાના વિચારો કરશે. ગાંધી અને મંડેલાની સંયુક્ત વારસાગાથા, બંને રાષ્ટ્રોની સ્વતંત્રતાની લડતમાં રહેલા તત્ત્વો અને આજના સમયમાં શાંતિના અર્થને સમજાવતો આ સત્ર ખાસ આકર્ષણ બની રહેશે.

20 નવેમ્બરે સાંજે 6 થી 7 વાગ્યે મેઈન સ્ટેજ પર દેશના આંતરિક સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી કે .વિજય કુમાર, IPS (Retd.) “Shaurya Samvad – End of Naxalism” વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. શ્રી વિજયકુમારનું આ સત્ર યુવાનો, સુરક્ષા વિષય પર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ અને અસામાન્ય પરિસ્થિતિઓને સમજવા ઇચ્છતા તમામ માટે અનોખો અનુભવ બનશે. દેશના સુરક્ષા ઇતિહાસની સૌથી પડકારજનક લડાઈની  કહાણી સાંભળવાનો આ એક મહત્વપૂર્ણ અવસર મળશે.

21 નવેમ્બરના દિવસમાં ઓથર કોર્નર ઝોન 1માં બે મહત્વપૂર્ણ સાહિત્યિક મુલાકાતોથી ગુંજશે. બપોરે 3 થી 4 વાગ્યા વચ્ચે ભારતીય સાહિત્ય અને વિચારવિશ્વના પ્રતિષ્ઠિત ચિંતક શ્રી ગુરચરણ દાસ “The Making of a Thinker: Path from Academia to the World of Books” વિષય પર પોતાનો વિચારોનો રજૂ કરશે. રાજનીતિશાસ્ત્રની પૃષ્ઠભૂમિકામાં એકેડેમિયાથી લઈ લેખનના વિસ્તૃત જગતમાં વિચારશીલતા કેવી રીતે વિકસે છે તેની પ્રેરક ઝલક તેઓ ઉપસ્થિતોને આપશે.

Amdavad book fair 2025
Amdavad book fair 2025

ત્યારબાદ બપોરે 4 થી 5 વાગ્યા વચ્ચે જાણીતી લેખિકા શ્રીમતી સ્વપ્નિલ પાંડે “Shaurya Samvad – Wings of Valour: Writing the Spirit of India’s Heroes” વિષય સાથે ઉપસ્થિત થશે. ભારતીય સશસ્ત્ર દળોના શૌર્ય અને દેશ રક્ષક જવાનોની બલિદાનમય ગાથાઓને પોતાની કલમ દ્વારા જીવંત બનાવનાર શ્રીમતી સ્વપ્નિલ પાંડે દ્વારા રજૂ થનાર આ સત્ર દેશપ્રેમથી ઓતપ્રોત અને પ્રેરણાદાયી બનશે. ભારતના સાચા હીરોની ભાવનાત્મક અને સાહસિક કહાણીઓ સાંભળવાનો આ અવસર હાજર લોકો માટે વિશેષ યાદગાર બનશે.

આમ, આવનારા ત્રણ દિવસના આ તમામ કાર્યક્રમો ફેસ્ટિવલની ઊર્જા, વૈવિધ્ય અને વિચારપ્રવાહને વધુ ગાઢ બનાવશે. સાહિત્યપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો માટે એ એક એવું મંચ બની રહેશે જ્યાં વિચારો, અનુભવો અને પ્રેરણા – ત્રણે એકસાથે અનુભવાશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો ભવ્ય પ્રારંભ 13 નવેમ્બરે થયો હતો, આજે છઠ્ઠા દિવસે પણ વાચનપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પુસ્તકપ્રેમીઓને આ પુસ્તકવિશ્વનો અનોખો અનુભવ કરાવતો આ મહોત્સવ છેલ્લા છ દિવસમાં લાખો સાહિત્યપ્રેમીઓને આકર્ષી ચૂક્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી—ત્રણેય ભાષાઓના સાહિત્યનાં કેટલાંક પુસ્તકો ખૂબ પોપ્યુલર થયાં છે. ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ બૂક ટ્રસ્ટ, ઇન્ડિયાનાં સહયોગથી આયોજીત આ પુસ્તક મેળાનું આયોજન લોકોમાં પરંપરાગત વાંચનને જીવંત રાખવાનાં ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. જેમાં આઇ.આઇ.એમ અમદાવાદ નોલેજ પાર્ટનર તરીકે અને ગુજરાત યુનિવર્સિટી કોમ્યુનિટી પાર્ટનર તરીકે કાર્યરત થયાં છે.

સાહિત્ય અકાદમીનાં સ્ટોલ પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનો વધી રહેલો ક્રેઝ

સાહિત્ય અકાડેમીના સેલ્સ મેનેજરે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતી લોકસાહિત્યને વાચકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જેમાં ‘ગુજરાતી લોકગીતો’, ‘લોકકથાઓ’, ‘બાળ વાર્તાઓ’ અને ‘કબીર વચનાવલી’ જેવી લોકસંસ્કૃતિનાં પુસ્તકો ખાસ્સાં લોકપ્રિય બન્યાં છે. આ ઉપરાંત હિન્દીમાં ભિષ્મ સહાનીની ‘હિન્દી કહાની સંગ્રહ’ માંગમાં રહી, જ્યારે અંગ્રેજીમાં ‘Contemporary Indian Short Stories’નાં ચારેય વોલ્યુમ્સ કે જેમાં ભારતની 24 ભાષાઓની વાર્તાઓને અનુવાદ કરીને લખવામાં આવી છે, જે સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાંની એક છે.

વાચકો માટે નવતર અને લોકપ્રિય કૃતિઓ

શહેરના અગ્રણી પબ્લિસિંગ હાઉસના મેનેજર જતીનભાઈ વોરાએ  જણાવ્યું કે, આ વર્ષે અનેક ગુજરાતી લેખકોની રચનાઓએ વાચકોનું દિલ જીતી લીધું છે. જેમાં સૌથી વધુ વેચાયેલાં પુસ્તકોમાં મૌલિક લેખનમાં લેખક રામ મોરી દ્વારા લખાયેલી ‘સત્યભામા’, નિમિત ઓઝાની 15 જેટલી પુસ્તકો લોકપ્રિય રહી. તેમજ ડૉ. આઇ. કે. વિજળીવાલાની ગુજરાતી કૃતિઓ વાચકોમાં ખૂબ લોકપ્રિય થઇ છે કે તેનું સૌથી વધુ વેચાણ નોંધાયું છે. આ ઉપરાંત અનુવાદિત પુસ્તકોમાં સુધા મૂર્તીનાં પુસ્તકો, જેફ કેલરની એટિટ્યુડ, રાજ ગોસ્વામી દ્વારા અનુવાદિત ‘21મી સદીના 21 પડકાર’ પુસ્તકને વાચકોએ દિલથી સ્વીકારી છે.

જ્યારે અન્ય એક પ્રકાશન સંસ્થાના ઓનર રોનક શાહે જણાવ્યું કે, વાચકોમાં વિવિધ વિષયોની પુસ્તકોમાં રસ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, તેમનાં સ્ટોલ પર સૌથી વધુ લોકપ્રિય થયેલાં પુસ્તકોમાં કુંદનિકા કાપડિયાની સાત પગલાં આકાશમાં અને જીતેશ ડોંગાની ‘ધ રામબાઈ’ આ ઉપરાંત ફેંટસી અને આધ્યાત્મિક રસ ધરાવતા વાચકોમાં અક્ષત ગુપ્તાનું ‘ધ હિડન હિંદુ’ તેમજ રાજ ભાસ્કરની ‘લોકમાતા અહલ્યાબાઈ’ અને ‘બિરસા મુંડા વંદેવતા’ પણ લોકપ્રિય રહી છે. આ ઉપરાંત મોહનલાલ અગ્રવાલની ‘અઘોર નગારા વાગે’, ડૉ. શરદ ઠાકરનું ‘સિંહ પુરુષ’,અને બાળકોમાં RJ ધ્વનિતની ‘ટચુકડી ટેલ્સ’એ આ વખતે સર્વાધિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે આરજે ધ્વનિતનું આ પુસ્તકનું વિમોચન અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિલમાં જ થયું હતું, તેનાં માત્ર ત્રણ જ દિવસમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું છે. આ ઉપરાંત અંકિત ત્રિવેદીની ‘કૃષ્ણ પૂર્વક’ અને જય વસાવડાની ‘લગડી’ એમ બંને પુસ્તકો સતત ટોચ પર છે.

નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાનાં સ્ટોલ પર (NBT) – દેશપ્રેમ અને બાળકોનાં પુસ્તકોનું વિશેષ આકર્ષણ

નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના (NBT)ના માર્કેટિંગ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે “અમારે ત્યાં આવેલા વાચકોમાં મેં જોયું કે વાંચનનું વલણ વધ્યું છે, તેઓ જાતે જ પોતાનો સ્ક્રીન ટાઇમ ઓછો કરીને પુસ્તક વાંચનમાં સમય પસાર કરવાનો નિશ્ચય કર્યો હોય તેમ લાગે છે. વાચકોમાં હવે પરંપરાગત વાંચન તરફની દોટ ફરીથી એકવાર વધી છે. જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાચકોમાં NBT ઇન્ડિયાનાં ત્રણ ફ્લેગશિપ પુસ્તકો, બાયલિંગ્વલ કિડ્સ બુક્સ અને પરમવીર ચક્ર પુરસ્કૃત વીરો પર આધારિત કોમિક્સ પુસ્તકો—હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં ભારે માંગમાં છે.

વાંચનપ્રેમી બાળકોમાં નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ની ત્રણેય ભાષામાં લોકપ્રિયતા વધી છે, જેમાંથી ગુજરાતી આવૃત્તિ સંપૂર્ણપણે વેચાઇ ચૂકી છે. આ ઉપરાંત યુવા વાચકો માટેની PM-Yuva Series કે જેમાં ત્રીસ વર્ષથી નીચેની ઉંમરનાં લેખકોમાં ગુજરાતીની આવૃત્તિ તો સોલ્ડ આઉટ થઇ ચૂકી છે. આ ઉપરાંત વિજ્ઞાનપ્રેમી વાચકોએ ‘Chandrayaan 3’ (હિન્દી અને અંગ્રેજી) પર ખાસ પસંદગી ઉતારી છે, જ્યારે ‘Our Constitution’, હસુ યાજ્ઞિક લિખીત ‘Folk Lore of Gujarat’ અને વિષ્ણુ પ્રભાકર લિખીત હિન્દી પુસ્તક ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ અને બંકિમચંદ્ર ચેટર્જીનું ‘આનંદ મઠ’ પુસ્તકો વાચકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આ નવલકથામાં ભારતને માતૃભૂમિ તરીકે રજૂ કરતું પહેલું ગીત ” વંદે માતરમ ” પ્રકાશિત થયું હતું. ૧૯૪૭માં સ્વતંત્રતા પછી, ૧૯૫૦માં તેને ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.

એક અગ્રણી પુસ્તક વિક્રેતાના સિનિયર ટીમ લિડર દિલીપ ખત્રીએ જણાવ્યું કે, આ વર્ષનાં બૂક ફેસ્ટમાં અંગ્રેજી ભાષામાં સેલ્ફ હેલ્પ અને મોટિવેશનલ પુસ્તકો ખૂબ પસંદ થયાં છે. જેમાં વાચકોને ‘Atomic Habits’, ‘Thinking Fast and Slow’, ‘Zero to One’ પુસ્તકોએ સૌથી વધુ આકર્ષિત કર્યાં છે. આ ઉપરાંત યંગ એડલ્ટ ફેન્ટસી ફિક્શન જોનરમાં ‘A Good Girl’s Guide to Murder’ પુસ્તકની આખી સિરીઝ યુવા વાચકોની ખાસ પસંદગી બની છે.

13મી નવેમ્બરે શરૂ થયેલો આ સાહિત્ય મહોત્સવ હવે ગુજરાતનાં વાચકોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યો. આ બૂક ફેસ્ટમાં બાળકોના સાહિત્યથી લઈને આધુનિક ફિક્શન, લોકસાહિત્યથી લઈને પ્રેરણાત્મક પુસ્તકો—દરેક વિભાગમાં ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી રહી છે. છઠ્ઠા દિવસે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલે સાબિત કર્યું છે કે સ્ક્રીનના યુગમાં પણ પુસ્તકોનો જાદુ અવિશ્વસનીય રીતે જીવંત છે અને વાચકો આજે પણ જ્ઞાન, કલ્પના અને વિચારના આ મહાકુંભમાં ડૂબકી મારવાનું પસંદ કરે છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025 માં તમે શું માણી શકશો? કેવી રીતે સામેલ થશો?

“સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 – ગુજરાતી પત્રકારોની નજરે” પુસ્તક પ્રકાશિત થયું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code