1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રિ-મોન્સુન કામગીરીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નિષ્ફળ, પ્રજાના કરોડો રૂપિયા વેડફાયાઃ કોંગ્રેસ
પ્રિ-મોન્સુન કામગીરીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નિષ્ફળ, પ્રજાના કરોડો રૂપિયા વેડફાયાઃ કોંગ્રેસ

પ્રિ-મોન્સુન કામગીરીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નિષ્ફળ, પ્રજાના કરોડો રૂપિયા વેડફાયાઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે મ્યુનિ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા ઉજાગર થઈ હતી. વરસાદને કારણે રસ્તાઓ પર લોકોના ઘરોમાં તેમજ ભોંયરામાં પાણી બરાઈ જતાં કરોડો રૂપિયાની સંપત્તીને નુકશાન થયુ છે. શહેરીજનોને અનેક હાડમારી વેઠવી પડી છે. આધુનિક સાધનોના ઉપયોગથી ડીશીલ્ટીંગ ઝુંબેશ કરવી જોઈતી હતી પરતું તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના રહીશોના ઘરમાં પાણી, વ્યાપારીઓની દુકાનોમાં પાણી સહિત રોડ રસ્તાઓ પર પાણી- ભુવા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. કાંડ અને કૌભાંડમાં વ્યસ્થ ભાજપાના શાસકોના પાપે શહેર જળબંબાકારમાં ગરકાવ થયું હતું તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત મહાનગરોમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભાજપનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. પ્રિમોન્સૂન પ્લાનીંગ માત્ર કાગળ પર રહી છે. આઠ મહાનગર પાલિકામાં વિકાસના નામે માત્ર વાતો, ભ્રામક પ્રચાર, વાયદા અને કૌભાડ સિવાય ભાજપના સત્તાધીશોની કોઈ કામગીરી જણાતી નથી. ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી. નાળામાંથી કચરો, માટી સહિતના પદાર્થોની સમયસર નિકાલ કરવામાં આવતો નથી. વોટર ડ્રેનેજ લાઈનો બંધ હાલતમાં છે. ભાજપના અણઘડ વહીવટનો ભાગ ગુજરાતના સામાન્ય નાગરિકો બની રહ્યા છે. આધુનિક સાધનોના ઉપયોગથી ડીશીલ્ટીંગ ઝુંબેશ કરવી જોઈતી હતી પરતું તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના રહીશોના ઘરમાં પાણી, વ્યાપારીઓની દુકાનોમાં પાણી સહિત રોડ રસ્તાઓ પર પાણી- ભુવા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. કાંડ અને કૌભાંડમાં વ્યસ્થ ભાજપાના શાસકોના પાપે અમદાવાદ શહેર જળબંબાકારમાં ગરકાવ થયું હતું.

તેમણે ઉમેર્યુ હતું. કે, અમદાવાદ શહેરમાં સને 2007-14 સુધીમાં જે.એન.એન.યુ.આર.એમ.ની સહાયમાંથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં ફાળવવામાં આવેલા 650 કરોડથી વધુ રકમ ખર્ચ કરવા છતાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ગયા હતા જેનાથી વહીવટી અણઆવડત અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી. વર્ષ 2007-08માં તત્કાલીન યુપીએ સરકાર દ્વારા 400 કરોડની માતબર રકમ માત્ર ને માત્ર “સ્ટ્રોમ વોટર ડ્રેઇન” અને “ઇન્ટરલીંક ઓફ લેક”ની કામગીરી માટે ફાળવવામાં આવ્યા હતા. તેમ છતાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાંથી બનાવેલું તળાવ, નરોડાનું તળાવ, ઓઢવ, અસારવા, કાંકરિયા, વટવા, વસ્ત્રાપુર, થલતેજ, પ્રહલાદનગર,  સહિતના તળાવોને ઇન્ટરલીંક કરવામાં ઠાગાઠયાને પરિણામે અમદાવાદમાં વરસાદ પડ્યાના 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. તળાવની આજુબાજુના વિસ્તારની હાલાત બિસ્માર બની છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું, કે, નીતનવા પ્રોજેક્ટ, નવી ટીપી, વગેરે જેવા કામોમાં અયોગ્ય પદ્ધતિ, ટેકનીકલ બાબતોની અવગણનાને પગલે અમદાવાદમાં ટુ-વિહિકલ ખાડામાં પડવી, મોટરકાર ભૂવામાં પડી જવી સહિત મોટાભાગના રસ્તા પર પાણી ભરાયાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. નવા વિસ્તારમાં થયેલા બાંધકામને કારણે ખુલ્લા પ્લોટ અને બાંધકામ સાથેની નવી બિલ્ડીંગ, મોલ, રહેણાક ફલેટ, સહિતના બાંધકામ મોટા પ્રમાણે થયા છે એટલે પાણી નીચાણ વાળા વિસ્તારમાં ફરીવળે છે. જેનુ કોઈ આયોજન ભાજપના સત્તાધીશોએ કર્યું નથી. “કન્ટુર ઓફ ધ લેન્ડ” “જમીનનો સ્લોપ” જેવી અગત્યની બાબતોને નવી ટીપી, નવી સ્કીમ, પ્રોજેક્ટ વગેરેમાં અવગણીને થયેલા બાંધકામને કારણે સિંધુભવન જેવા વિસ્તારમાં પણ કેડસમા પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે પડતી હાલાકીઓ માટે જવાબદાર કોણ?  જનતા જાણવા માંગે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code