1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત
જન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

જન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

0
Social Share
  • આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
  • નગર ચર્ચાએ નીકળશે નગરનો નાથ

અમદાવાદઃ શહેરમાં નગરચર્યા માટે નીકળેલા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં તેમને આવકારવામાં આવ્યાં હતા. તેમજ રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સરસપુરની વિવિધ પોળોમાં રથયાત્રામાં જોડાયેલા ખલાસીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદ આરોગ્યો હતો. એટલું જ નહીં ભગવાન, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીના મામેરુ કરવામાં આવી રહ્યું છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મનપાની કચેરીએ સ્વાગત કરાયા બાદ રથયાત્રા સરસપુર તરફ જવા આગળ નીકળી હતી. દરમિયાન રથયાત્રામાં સૌથી આગળ ગજરાજો સરસપુર પહોંચ્યાં હોવાનું જાણવા મળે છે. સરસપુરમાં ભગવાનનું સ્વાગત કરવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન ભગવાનનો રથ કાલુપુર પહોંચ્યો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોર્પોરેશનની ઓફિસ પહોંચી હતી. અહીં મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • જગન્નાથજીની રથયાત્રાઃ CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું

ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આધુનિટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના રથમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડની મારફતે સમગ્ર રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના માર્ગોનું નિરીક્ષણ કર્યાં બાદ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

શહેરમાં આજે આષાઢી બીજના પાવનપર્વ ઉપર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ ઉપર રથયાત્રા નીકળી છે. રથયાત્રાના રૂટમાં ઠેર-ઠેર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. દરમિયાન મેઘરાજા પણ ભગવાનને વધારવા આવી પહોંચ્યાં હતા. શહેરના કેટલાક વિસ્તારમાં અમીછાંટણા થયાં હતા. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. જો કે, દરમિયાન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો.

આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે છે અહી છેલ્લા કેટલાક દિવસથી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી હતી ત્યારે આજરોજ હવે  અષાઢી બીજના દિવસે નગર શેઠ નગરચર્ચાએ નીકળશે, આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ જોડાશે.

વિધિની વાત કરીએતો આજરોજ વહેલી સવારે પરોઢે  4 વાગ્યેને 30 મિનિટે ભગવાન જગન્નાથની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા હતા  ત્યાર બાદ 4 વાગ્યેને 44 મિનિટે જગન્નાથને  ભગવાનને ખીચડાનો ભોગ આપવામાં આવ્યો.આ સાથે જ ગૃહમંત્રી અમિતશાહ દ્રારા મંગળા આરતી કરવામાં આવી હતી.

ત્યાર બાદ  ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને રથમાં બિરાજમાન  કરાયા હતા આ સમયે પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતા, અંહીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે જાણે હર્ષોલ્લાસનો ઉત્સવ જોવા મળ્યો છે.આ સહીત 72 વર્ષ બાદ આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી નવા રથમાં બિરાજીત થયા છે.આજની આ રથયત્રામાં આકર્ષણની જો વાત કરીએ તો ખાસ કરીને  ગજરાજો, શણગારેલી 101 ટ્રકો, અખાડાઓ અને ભજન મંડળીઓ છે,તેઓ જમાલપુર દરવાજાથી ખમાસા તરફ આગળ વધશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે.  નવા રથમાં ભગવાન બિરાજીત થઈ નગર ચર્તોચાએ નીકળવાની તૈયારીમાં છે. આ પ્રસંગે અહી જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના બીજેપીના નેતાઓ ઉપસ્થિતિ જોવા મળ્યા છે.

સવારે 7 વાગ્યા બાદ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી ,ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે.આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભડી જોવા મળી છે,અહી અનોખો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે.7 વાગ્યે મુખ્યમંત્રી એ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ગુલાબી કલરના વાઘાથી શણગારવામાં આવ્યા  છે. આજે ભગવાન ગુલાબી કલરના વાઘા પહેરી અને નગરચર્યાએ નીકળ્યા છે.

જગતના નાથ ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે નીકળી છે. જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા છે.

સરસપુર કે જે ભગવાનનું મોસાળ છે અહી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે,ભગવાનના મોસાળમાં લોકો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે.એટલું જ નહી સરસપુર ખાતે ભગવાન પહોંચશે તે પહેલા અહીના સ્થાનિકોના સગા સબંધીઓ પણ તેમના ઘરે ભગવાનને નિહાળવા આવી પહોચ્યા છે,અહીના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.લોકો ભગવાનને આવકારવાની આતુરતાથી રહા જોઈ રહ્યા છે.7 વાગ્યેને 40 મિનિટે રથયાત્રા જમાલપુર પગથિયા પહોંચી ચૂકી છે.

આ યાત્રામાં ટેબ્લોની અલગ અલગ થીમ રાખવામાં આવી છે જે આકર્ષણ બની છે કારણ કે દરેક થીમમાં એક સારો સંદેશ જોવા મળ્યો છે.

હવે  રથયાત્રા જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન પહોંચી છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ સહીત  ખાડિયા વિસ્તાર અને કોર્પોરેશન બહાર લોકો  ભગવાનની એક ઝલક જોવા  માટે આતપરતાથી રાહ જોઈને ઊભા રહ્આયા છે.

એટલું જ નહી મુસ્લિમ સમાજના લોકો પણ ભગાવવાને આવકારવા આવી પહોંચ્યા છે. ભગવાનના દર્શન કરવા ઘર, કોમ્પલેક્સના બાધાઓ પર લોકોની ભીડ જામી છે,146મી રથયાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકો ભગવાનને નિહાળવાનો લ્હાવો લેવા રસ્તાઓ પર જમા થઈ રહ્યા છે.અહી રસ્તાઓ પર ભક્તો માટે ચોકલેટના પ્રસાદનો વરસાદ કરવામાં આવ્યો હતો.

જાણકારી પ્રમાણે કેટલાક યુવક મંડળ, ક્લબ અને પ્રસાદના ટ્રકો સાથે યાત્રા આગળ વધતા જઈ રહ્યા છએ અને સતત પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.યાત્રામાં હાજર ભાવિકો પર ચોકલેટનો પ્રસાદ વરસાવવામાં આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code