
બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી
- બંદરોની કુલ વીજળી માંગના 60 ટકા હિસ્સો પુનઃ પ્રાપ્ય ઊર્જાદ્વારા પૂર્ણ કરાશે
- ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં યોજાઈ ઓનલાઈન બેઠક
દિલ્હીઃ દેશમાં બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો હોવાનું જહાજ બાબતોના મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. એટલું જ નહીં બંદરો પર આવવા વાળા બધા જહાજને ત્યાં સુધી 3 ચરણોમાં પવન ઉર્જાની આપૂર્તિ કરવામાં આવશે તેમ પણ તેમને કહ્યું હતું.
જહાજ બાબતોના મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે ભારતે પોતાના બંદરોની કુલ વીજળી માંગના 60 ટકા હિસ્સો પુનઃ પ્રાપ્ય ઊર્જા દ્વારા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અત્યારે 10 ટકાથી પણ ઓછો છે. આ સૌર ઉર્જા અને પવન ઉર્જા દ્વારા થશે.
સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હી માં IMO- નૉર્વે ગ્રીન વોયેજ 2050 પરિયોજનામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકને ઓનલાઈન સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2030 સુધી 50 ટકા સાધનોનું વિદ્યુતીકરણ કરવામાં આવશે. બંદરો પર આવવા વાળા બધા જહાજને ત્યાં સુધી 3 ચરણોમાં પવન ઉર્જાની આપૂર્તિ કરશે. બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.
કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, મેરિટાઇમ વિઝન ડોક્યુમેન્ટ 2030 એ ભારતના ટકાઉ દરિયાઇ ક્ષેત્ર અનેવાઇબ્રન્ટ બ્લૂ ઇકોનોમીની 10 વર્ષની બ્લુ પ્રિન્ટ છે. ગ્રીન શિપિંગ સંબંધિત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા માટે IMO ગ્રીન વોયેજ 2050 પ્રોજેક્ટ હેઠળ ભારતને પ્રથમ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.