1. Home
  2. ગુજરાતી
  3. વાયુસેનાની તાકાત થશે બમણી- દેશને આજે રાતે  મળશે વધુ ત્રણ રાફેલ લડાકૂ વિમાન,  જામનગર ખાતે ઉતરશે
વાયુસેનાની તાકાત થશે બમણી- દેશને આજે રાતે  મળશે વધુ ત્રણ રાફેલ લડાકૂ વિમાન,  જામનગર ખાતે ઉતરશે

વાયુસેનાની તાકાત થશે બમણી- દેશને આજે રાતે  મળશે વધુ ત્રણ રાફેલ લડાકૂ વિમાન,  જામનગર ખાતે ઉતરશે

0
  • ભારતને મળશે વધુ ત્રણ રાફેલ વિમાન
  • આજે રાત્રે ગુજરાતના જામનગર ખાતે ઉતરશે

અમદાવાદ- દેશની ત્રણેય સેનાઓ અનેક મોર્ચે મજબૂત બની રહી છે ,કેન્દ્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે દરેક મોક્ચે સેના સજ્જ રહે ત્યારે હવે ભારતની વાયુસેનાની તાકાત બમણી થવા જઈ રહી છે.અર્થાત ભારતીય વાયુસેના આજરોજ બુધવારે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન મેળવવા જઈ રહી છે. ફ્રાન્સથી ઉપડ્યા બાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત મારફતે ભારત પહોંચશે.

ફ્રેન્ચ એરબેઝ પરથી ત્રણ રાફેલ ફાઇટર જેટ ભારત માટે રવાના થયા છે. ફ્રાન્સથી આવતા આ ત્રણ વિમાનોનું લેન્ડિંગ ગુજરાતના જામનગરમાં થશે. વધુ ત્રણ રાફેલ વિમાનો મળ્યા બાદ ભારતમાં તેમની સંખ્યા વધીને 29પર પહોંચી જશે. ત્રણ ફાઇટર જેટ્સ ભારત આવ્યા બાદ વધુ 7 ફાઇટર એરક્રાફ્ટ પણ ટૂંક સમયમાં મોલકવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સની જો વાત માનવામાં આવે તો ફ્રાન્સથી આવતા આ ત્રણ રાફેલ અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, 2016 માં ભારતે 60 હજાર કરોડના સોદા હેઠળ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદ્યવાનો સોદો કર્યો હતો.

ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેનુએલ લેનૈને શુક્રવારે કહ્યું કે ભારતને તમામ 36 રાફેલ વિમાનો નક્કી કરેલા સમય પહેલા મળી જશે. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ફ્રાન્સે થોડા દિવસો માટે પાબંધિઓ જારી કરી હતી આ હોવા છતાં, એરોનોટિકલ ક્ષેત્રની અગ્રણી કંપની દસોલ્ટ એવિએશન ભારતને સમય પહેલા રાફેલ વિમાનો પ્રદાન કરે તેવી અપેક્ષા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.