1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારનું પગલું – જે વ્યક્તિ ડ્રગ્સની જાણકારી આપશે તેને મળશે રોકડ ઈનામ- ગૃહ રાજ્યમંત્રી
ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારનું પગલું – જે વ્યક્તિ ડ્રગ્સની જાણકારી આપશે તેને મળશે રોકડ ઈનામ- ગૃહ રાજ્યમંત્રી

ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારનું પગલું – જે વ્યક્તિ ડ્રગ્સની જાણકારી આપશે તેને મળશે રોકડ ઈનામ- ગૃહ રાજ્યમંત્રી

0
  • ગુજરાતના ગૃહરાજ્યમંત્રીનું નિવેદન
  • જે લોકો ડ્રેગ્સની જાણકારી આપશેતેમને મળશે રોકડ ઈનામ

 

અમદાવાદઃ- રાજ્યમાં સતત ડ્રગ્સ કેસની ધટના સામે આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે,જ્યારે ગુજરાતના લાંબા દરિયાકિનારને કારણે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી ડ્રગ્સ, હેરોઈન, ગાંજા, ચરસ વગેરે જેવી દાણચોરી માટે પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ એક નિવેદન આપ્યું છે કે જે લોકો ડ્રગ્સ વિશે માહીતી આપશે તેવા વ્યક્તિઓને રોકડ ઈનામ આપવામાં આવશે

ગુજરાત સરકારે બુધવારે ડ્રગ્સના જોખનને રોકવા માટે એક પુરસ્કાર યોજના અસ્તિત્વમાં લાવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ યોજના હેઠળ, તે સરકારી અધિકારી હોય કે ખાનગી વ્યક્તિ, પ્રતિબંધિત દવાઓના સંદર્ભમાં જપ્ત કરેલી કિંમતના 20 ટકા સુધીની રોકડ રકમ આપવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે વિતેલા મહિને કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદરેથી લગભગ 21 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 2,988.21 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જેને લઈને કહેવામાં આવ્યું છે કે,આપણે ડ્રગ સપ્લાયર્સ અને પેડલર્સનું નેટવર્ક ખતમ કરવું પડશે નહીંતર તે નબળા યુવાનોને બરબાદ કરી શકે છે. આ યોજના કેટલાક સમયથી ચર્ચામાં હતી અને રાજ્ય સરકારે બુધવારે તેનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે કહ્યું કે જે વ્યક્તિઓ દ્વારા નશીલા પ્રદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે, તે પછી કોઈપણ સરકારી વિભાગમાંથી હોય અથવા જાહેર જનતા પાસેથી, એનડીપીએસ એક્ટ હેઠળ સૂચિબદ્ધ જપ્ત કરેલી દવાઓના મૂલ્યના 20 ટકા સુધીનું ઈનામ આપવામાં આવશે. સંઘવીએ કહ્યું કે પુરસ્કારની રકમ એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવશે અને સક્ષમ રાજ્ય સત્તાવાળાઓ દ્વારા નક્કી કરવામાં આવશે.

જાણો કોને મળી શકે છે આ રોકડ ઈનામ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ માટે, તેમના સમગ્ર સેવા કાર્યકાળ દરમિયાન પુરસ્કારની ઉપલી મર્યાદા 20 લાખ રૂપિયા હશે, જ્યારે એક કિસ્સામાં વ્યક્તિગત કર્મચારીઓ અથવા અધિકારીઓને મહત્તમ 2 લાખ રૂપિયા ચૂકવી શકાય છે.આ સાથે જજો સરકારી કર્મચારીઓએ તેમની ફરજોના ભાગરૂપે પ્રતિબંધિત જપ્તીમાં ભૂમિકા ભજવી હોય તો તેમને પુરસ્કાર આપવામાં આવશે નહીં. આ યોજનાના નિયમો અનુસાર, જેઓ વધારે જોખમ લેશે તેમને જ પુરસ્કાર આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code