ઓલિવનું તેલ ખાવાથી કેટલીક બીમારીઓનો થાય છે નાશ- જાણો તેના સેવનથી થતા ફાયદા
- અનેક અભ્યાસ પ્રમાણે ઓવિલ ઓઈલ્સ ખૂબજ ગુણકારી
- હ્દય રોગની બીમારીમાં આ ઓઈલનું સેવન ફાયદાકારક
- ચરબી થતા અટવા છે ઓલિવ ઓઈલ
માનવીએ જીવન જીવવા માટે હેલ્ધી રહેવું ખૂબ જરુરી છે,જીવનની મજા ત્યારે જ માણી શકશો જ્યારે તમે સ્વસ્થ હશો, તેના માટે તમારે મારા સ્વાસ્થ્ય પર ઘણી મહેનત કરવાની દરુર હોય છે આ સાથે જ તમાપા ખાનપાનનું પણ ખાસ ઘ્યાન રાખવાનું હોય છે, ખાસ કરીને રોજીંદા જીવનમાં જે વસ્તુ ખાવા પીવામાં આવે છે તેની કાળજી આપણે લેવી જોઈએ જેથી કરીને નાની મોટી બીમારીઓથી બચી શકાય, જેમ કે રસોઈમાં વાપરવામાં આવતું તેલનું મહત્વ આપણા જીવન સાથે સીધેસીધુ સંકળાયેલું છે, આપણે કયા પ્રકારનું ખાદ્ય ઓઈલ પસંદ કરીએ છે તે આપણું સ્વાસ્થ્ય સારીુંરહેશે કે ખરાબ તે નક્કી કરે છે, આજે આવા જ એક ઓઈલ જે વિશ્વભરમાં જાણીતું છે તેની વાત કરીશું, જેનું નામ છે જેતુનનું તેલ જેને ઓલિવ ઓઈલ તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણાકરી ગણાય છે.
જાણો ઓલિવ ઓીલ્સ ખાવાથી થતા કેટલાક ફાયદાઓ
- ઓલિવ ઓઈવ એન્ટીઓકિસડન્ટો અને મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સથી ભરપૂર આ તેલનું સેવન કરવાથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
- ઓલિવ તેલમાં રહેલા એન્ટીઓકિસડન્ટ શરીરને સેલ્યુલર ડેમેજથી બચાવે છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકે છે.
- કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો ઓલિવ તેલનું સેવન કરે છે તેઓનું આયુષ્ય લાંબું હોય છે. અન્ય લોકોની સરખામણીમાં આવા લોકોમાં હૃદયરોગનું જોખમ પણ ઘણું ઓછું થાય છે
- આ સાથે જ . કેટલાક અભ્યાસોમાં તેને હૃદયરોગ નિવારક દવા તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ઘટાડવા માટે દરરોજ લગભગ 20 ગ્રામ અથવા બે ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલની ભલામણ કરે છે.
- વર્ષ 2013 માં કરવામાં આવેલા એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે એક્સ્ટ્રા વર્જિવ ઓલિવ તેલમાં રહેલા સંયોજન તત્વો નર્વસ સિસ્ટમનું રક્ષણ કરે છે, જેથી ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
- વૈજ્ઞાનિકોને એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઓલિવ ઓઇલ જેવી અસંતૃપ્ત વસ્તુપઓનું સેવન કરે છે તેઓમાં ચરબી તથા ડિપ્રેશન વિકસાવવાની શક્યતા ઓછી રહે છે.
- કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઓલિવ તેલમાં ઘણા સંયોજનો છે જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે, જોકે તમામ તારણો આની પુષ્ટિ કરતા નથી.
- પ્રયોગશાળા અભ્યાસોની 2018 ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલમાં સંયોજનો લીવરને નુકસાન થવાનું જોખમ ઘટાડી શકે છે અને આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. તેલમાં જોવા મળતું ઓલિક એસિડ બળતરા, ઓક્સિડેટીવ તણાવ, ઇન્સ્યુલિન પ્રતિકાર અને અન્ય ફેરફારોને રોકવામાં મદદ કરે છે