Site icon Revoi.in

સુરત એરપોર્ટ પર બર્ડ હીટને લીધે એર ઈન્ડિયાની ફ્લાઈટ ગ્રાઉન્ડેડ, પ્રવાસીઓ રઝળ્યાં

Social Share

સુરત, 31 ડિસેમ્બર 2025: Air India flight grounded due to bird strike at Surat airport શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 12 કલાકથી વધુ મોડી પડતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા પ્રવાસીઓએ એરપોર્ટ પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સાથે પક્ષી અથડાતા (બર્ડ હીટ) ટેકનિકલ ખામીને લીધે ફ્લાઈટ ઉડાન ભરી શકી નહતી.

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે 30 ડિસેમ્બર 2025ના રોજ સવારે 11:30 વાગ્યે, દિલ્હીથી સુરત જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1227, જે સુરતથી બેંગકોક (ETD: 09:55 કલાક) સુધી આગળ વધવાની હતી, જેમાં કુલ 133 પ્રવાસીઓ હતા, તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સુરત એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન ફ્લાઈટની ડાબી બાજુના એન્જિન પર પક્ષી અથડાવાને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આથી  એર ઇન્ડિયા એક્સપ્રેસની ટેકનિકલ ટીમે ફ્લાઈટને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું અને ત્યારબાદ વિમાનને ગ્રાઉન્ડેડ જાહેર કર્યું હતું. આથી પ્રવાસીઓ રઝળ્યાં હતા, આથી એરલાઇને વધારાની ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જે જયપુરથી ઉપડીને લગભગ 7.45 વાગ્યે સુરત પહોંચી હતી. ત્યારબાદ 8.41 કલાકે ફ્લાઈટે ઉડાન ભરી હતી. લાંબા વિલંબને કારણે, કેટલાક પ્રવાસીઓ ઉશ્કેરાઈ ગયા, પ્રવાસીઓએ હોબાળો મચાવ્યા બાદ પ્રવાસીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરી અને તેમને શાંત પાડવાના સતત પ્રયાસો કરાયા હતા.

સુરત એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ જે સવારે 9:00 વાગ્યે સુરતથી બેંગકોક માટે રવાના થવાની હતી, તે ટેકનિકલ કે અન્ય કારણોસર મોડી પડી હતી. સાંજના 6:00 વાગ્યા સુધી પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ એંધાણ ન દેખાતા પ્રવાસીઓની ધીરજ ખૂટી હતી. ઘણા પ્રવાસીઓએ આગળના કનેક્ટિંગ ફ્લાઇટ અને હોટલ બુકિંગ કરાવી રાખ્યા હતા, જે આ વિલંબને કારણે રદ થવાની ભીતિ સેવાઈ રહી છે. એરપોર્ટ પર અટવાયેલા પ્રવાસીઓમાં નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા મોટી હતી. પ્રવાસીઓએ આક્ષેપ  કર્યો હતો કે એરલાઇન્સ દ્વારા જમવા કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ફ્લાઇટ કેટલા વાગ્યે ઉપડશે તે અંગે સ્ટાફ દ્વારા કોઈ સચોટ માહિતી આપવામાં આવતી નહોતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ જ્યારે પ્રવાસીઓએ પૂછપરછ કરી ત્યારે સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મામલો બિચક્યો હતો.

Exit mobile version