
ચક્રવાત મિચોંગને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ, PM મોદીએ આંધ્રના સીએમ સાથે વાત કરી
દિલ્હી – દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ચક્રવાત મિચોંગની અસર વર્તે રહી છે ત્યારે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મિચોંગ વધુ ખતરનાક બની ગયું છે.
આ સાથે જ હવામાન વિભાગની માહિતી મુજબ આવતીકાલે મંગળવારે સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે આંધ્ર, તમિલનાડુ, કેરળ અને ઓડિશા માટે ચેતવણી જાહેર કરી છે. દરિયાકિનારા પરથી પસાર થતી 144 ટ્રેનો રદ કરવામાં આવી છે.
એટલું જ નહીં ચક્રવાત મિચોંગને લઈને NDRF પરિસ્થિતિનો સામનો કરવા માટે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં 21 ટીમો તૈનાત કરી છે. વધારાની આઠ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં ચક્રવાત માટે રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
તમિલનાડુ માં વાવાઝોડું ત્રાટકવાને લઈને ખાસ તયરીઓ છે ત્યારે ભારતીય હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચક્રવાતની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગે ચક્રવાતને કારણે આંધ્રપ્રદેશ અને ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝૂંપડીઓ અને નબળી ઇમારતો અને અન્ય માળખાને નુકસાન થવાની આગાહી કરી છે. પવનની ઝડપ વધુ હોવાને કારણે ઝાડની ડાળીઓ તૂટવાનો અને નાના અને મધ્યમ કદના વૃક્ષો ઉખડી જવાનો ભય રહે છે. ભારે વરસાદની સાથે સાથે ભારે પવનની પણ શક્યતા છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં, ચેન્નાઈ, કુડ્ડલોર અને એન્નોર બંદરો પરઅલર્ટ જાહેર કરાયું છે .