1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી, મહત્વના મુદ્દા ઉપર મંથન કરાયું
RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી, મહત્વના મુદ્દા ઉપર મંથન કરાયું

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી, મહત્વના મુદ્દા ઉપર મંથન કરાયું

0
Social Share

અમદાવાદઃ આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની તાજેતરમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બેઠક મળી હતી. જેમાં જન સંખ્યા અસંતુલન, માતૃભાષામાં શિક્ષણ અને સ્વાવલંબી ભારત અભિયાન અંગે ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ગુજરાતના પ્રાંત સંઘચાલક ડો ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક તા. 16 થી 19 ઓક્ટોબર પ્રયાગરાજ ખાતે મળી હતી. કાર્યકારી મંડળની બેઠકમાં સમગ્ર ભારતમાંથી પ્રાંત સંઘચાલક, પ્રાંત કાર્યવાહ તેમજ પ્રાંત પ્રચારક સહિત સંઘના અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં પરંપરા પ્રમાણે દેશભરમાં સમાજમાં વિવિધ પ્રકારે યોગદાન આપનારા મહાનુભાવોનું વર્ષ દરમ્યાન અવસાન થયું હોય તો એમને શ્રદ્ધાંજલી પાઠવીને પછી બેઠકનો પ્રારંભ થતો હોય છે.  એ  ક્રમમાં આ વખતે ગુજરાતના  લકૂલિશ યોગાલય લાઈફ મિશનના પ્રણેતા યોગગુરુ પૂજનીય રાજર્ષિ મુનિને શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી. અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં આ વર્ષે ગુજરાતમાં થયેલા કાર્યનું વૃત આપવામાં આવ્યું જેમાં વર્તમાનમાં કુલ 1337 દૈનિક શાખા ચાલે છે. 916 સાપ્તાહિક શાખા ચાલે છે તેમજ માસિક મિલન 426 ચાલે છે. એમ કુલ 1908 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય ચાલે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક જન સંખ્યા અસંતુલન, માતૃભાષામાં શિક્ષણ અને સ્વાવલંબી ભારત અભિયાન અંગે ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. દેશની જનસંખ્યા વધી રહી છે દુનિયામાં સૌથી વધારે જનસંખ્યા ધરાવતા દેશોમાં ભારતનું બીજું સ્થાન છે. એટલું જ નહીં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવતા દેશ કરતાં પણ આપણે ત્યાં જન સંખ્યા લગભગ બમણીથી પણ વધારે છે. ધર્માંતરણને કારણે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. કેટલાક સીમાવર્તી ક્ષેત્રોમાં ઘુષણખોરી પણ થઈ રહી છે. જનસંખ્યા અસંતુલનના કારણે વિશ્વના કેટલાક દેશોમાં વિભાજનની સ્થિતિ આવી છે. ભારતનું વિભાજન પણ જનસંખ્યા અસંતુલનના કારણે થઈ ચૂક્યું છે. એટ્લે સમગ્ર રીતે આનો વિચાર કરીને એક જનસંખ્યા નીતિ બનવી જોઈએ અને એ બધાજ લોકો પર સમાન રીતે લાગુ પડવી જોઈએ.

આ ઉપરાંત ભાષા એ આપણી સંસ્કૃતિનો વૈભવ છે. દેશમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાઈ રહી છે જેમાં થી ઘણી ભાષાઓ અને બોલીઓ ક્યાં તો લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્ત થવાના આરે છે. માતૃભાષામાં બાળક જલ્દી શીખે છે એવું જાણકારો કહે છે. એટ્લે આગ્રહપૂર્વક શિક્ષણ માતૃભાષામાં અપાય એનો આગ્રહ સમાજમાં બને એ જરૂરી છે. સ્વયંસેવકો આ દિશામાં કાર્યરત છે.

ગુજરાતના 33 જિલ્લાઓમાં સ્વાવલંબી ભારત અભિયાન હેઠળ કામ શરૂ થયું છે. જેમાંથી હિમતનગરમાં રોજગાર સૃજન કેન્દ્ર શરૂ કરાયું છે. યુવા આંતરપ્રિનિયોર જે કાર્ય કરીને સફળતા મેળવી છે એમની સફળતાની ગાથાનો પ્રચાર કરીને અન્ય યુવાઓને પ્રેરણા મળે એ દિશામાં કાર્ય કર્યું છે. લોકમેળાઓ અને અન્ય જગ્યા જ્યાં વધુ લોકો ભેગા થતા હોય ત્યાં ડેમો માટે સ્ટોલ બનાવીને પ્રચારનું કાર્ય પણ શરૂ થયું છે. તાજેતરમાં જ તા.  17-18-19 ઑક્ટો 2022 પિરાણામાં આ પ્રકારે સ્ટોલ ઊભો કર્યો હતો. આગામી વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્ર, આયર્ન અને એલોઇઝ ક્ષેત્ર, ડેટા સિક્યોરિટી, ફૂડ ઈન્ડસ્ટ્રી તેમજ કપડાં ઉદ્યોગ આટલા ક્ષેત્રોમાં રોજગાર વધે એ પ્રકારે કાર્ય કરવાનું આયોજન છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતને ફરી એકવાર વિશ્વગુરુ બનાવવું હશે તો સમાજને ત્રણ વિષયો પર ખાસ તૈયારી  કરવી પડશે. પર્યાવરણ, કુટુંબ વ્યવસ્તા અને સમરસતાને વધારે મહત્વ આપવું પડશે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવે સ્વાભિમાન જાગૃતિને કારણે ત્યાંના જનજાતિ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સંઘ સાથે જોડાઈ રહ્યા છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code