1. Home
  2. ગુજરાતી
  3. અંબાજી મંદિરઃ અષાઢી બીજથી મંદિરના સમયમાં કરાશે ફેરફાર
અંબાજી મંદિરઃ અષાઢી બીજથી મંદિરના સમયમાં કરાશે ફેરફાર

અંબાજી મંદિરઃ અષાઢી બીજથી મંદિરના સમયમાં કરાશે ફેરફાર

0
Social Share
  • સવારે 8થી 11 વાગ્યા સુધી થઈ શકશે દર્શન
  • મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
  • ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો ઓછા કરવામાં આવ્યાં છે. તેમજ ધાર્મિક સ્થળો પણ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.

સોમવારથી અંબાજી ખાતે સવારે 7.30થી 8 વાગ્યે આરતી થશે. તો ભક્તો સવારે 8થી સાડા અગિયાર સુધી દર્શન કરી શકશે. બપોરે 12થી સાડા બાર વાગ્યે રાજભોગ થશે. ત્યારબાદ સાડા બારથી સાંજે સાડા ચાર સુધી દર્શન થઈ શકશે. સાંજે 7થી સાડા સાત વાગ્યે આરતી થશે. ત્યારબાદ ભક્તો રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.

યાત્રાધામ અંબાજી મંદિર દોઢ મહિના બાદ મંદિર ભક્તો માટે ખુલ્યું હતું. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની માર્ગદર્શિકાનું પાલન પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. શક્તિદ્વારથી તાપમાન ચકાસણી કરાવી, સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ આપવામાં આવશે. સોશિયલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદરમાં દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code