
રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અંબાજી મંદિરના દ્વાર આજથી બંધ : જાણો ક્યારે ખુલશે મંદિર
- કોરોના સંક્રમણની આસ્થા પર અસર
- શક્તિપીઠ અંબાજી મંદિર આજથી બંધ
- ૩૦ એપ્રિલ સુધી મંદિર ભક્તો માટે બંધ
અમદાવાદ : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.રાજ્યમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાએ ફરી એકવાર લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે ફરી એકવાર રાજ્યના અનેક મોટા મંદિરોના કપાટ બંધ થવા લાગ્યા છે.
રાજ્યમાં આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં શક્તિપીઠ અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે આજથી ૩૦ એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.આ સાથે અંબિકા ભોજનાલય અને વિશ્રામગૃહ પણ બંધ રહેશે. જો કે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન મંદિરમાં ઘટ સ્થાપન વિધી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે એક પછી એક મંદિરોના ટ્રસ્ટ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આ પહેલા દ્વારકા, સોમનાથ, વીરપુર જલારામ મંદિર,ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી.
દેવાંશી