Site icon Revoi.in

વડોદરા દુર્ઘટના બાદ AMC તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદના 92 બ્રિજનો સર્વે કરાશે

Social Share

અમદાવાદઃ વડોદરા અને આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શનમાં આવ્યું છે. AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે અમદાવાદ શહેરમાં આવેલા કુલ 92 બ્રિજનો વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે.

દાણીએ જણાવ્યું હતું કે, આ સર્વેનો મુખ્ય હેતુ શહેરના બ્રિજોની વર્તમાન સ્થિતિ, તેમની સ્ટ્રકચરલ સલામતી અને જાળવણીની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવાનો છે. તેમણે ઉમેર્યું કે, “બ્રિજોનો સર્વે કર્યા બાદ એક વિગતવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.” આ રિપોર્ટના આધારે જરૂરિયાત મુજબના સમારકામ કે મજબૂતીકરણના પગલાં લેવામાં આવશે.

ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા બાદ સમગ્ર રાજ્યમાં પુલોની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પણ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ AMC દ્વારા લેવાયેલો આ નિર્ણય શહેરના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે, ત્યારે બ્રિજોની નિયમિત જાળવણી અને સુરક્ષા તપાસ અત્યંત આવશ્યક બની રહે છે.

(Photo-File)