Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

Social Share

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદી રાજ્ય તરીકે તૈયારીઓ અને સરહદ પર તણાવની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી અને નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદી તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ પૂછપરછ કરી, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં, જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.”